વિદાય બાદ કારમાં બેસીને જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી દુલ્હન, તો વીડિયો જોઈને લોકોને પણ આવી ગયું હસવું

લગ્ને ભલે ખુશીઓનો પ્રસંગ હોય પરંતુ જયારે વિદાયની વેળા આવે છે ત્યારે આ પ્રસંગમાં ઉપસ્થિત દરેકની આંખોમાં આંસુઓ આવી જાય છે, પથ્થર જેવો બાપ પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે, વિદાયની આ વસમી વેળા વિશે ઘણી કવિતાઓ અને ઘણી વાર્તાઓ પણ લખાઈ છે. તો હાલમાં સોશિયલ મીડિયા ઉપર પણ વિદાયના ઘણા વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જે ભાવુક પણ કરી દેતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પરંતુ આ વીડિયો જોઈને લોકો ભાવુક નથી થતા પરંતુ હસવા લાગી જાય છે. ઇન્સ્ટાગ્રામ રીલ ઉપર શેર કરવામાં આવેલો આ વીડિયો દુલ્હનની વિદાયનો છે અને તે હવે ખુબ જ ફની બની ગયો છે. આમ તો દુલ્હન જયારે લગ્ન બાદ વિદાય લેતી હોય છે ત્યારે લોકો રડવા લાગે છે, પરંતુ આ વીડિયોની અંદર દુલ્હન રડવા લાગે છે અને બીજા લોકો હસવા લાગે છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે કન્યા વિદાય લઈને જેવી જ કારમાં બેસે છે અને તેના પતિ સામે જોઈને તે રડવા લાગી જાય છે, કારની બારી પાસે તેની એક બહેનપણી પણ ઉભી હોય છે અને તેને જોઈને તો કન્યાનું રડવું બંધ થવાનું નામ જ નથી લઇ રહ્યું. એવું લાગે છે જાણે કન્યાના લગ્ન જબરદસ્તી કરાવી દીધા હોય.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ નિહાળી લીધો છે, અને કોમેન્ટની અંદર લોકો અલગ અલગ ટિપ્પણી પણ કરી રહ્યા છે. ઘણા લોકો સરકારી નોકરીના કારણે આવી સુંદર કન્યા મળી એમ પણ જણાવી રહ્યા છે.

Niraj Patel