પોતાના લગ્નની અંદર જ દુલ્હને કર્યું એવું કારસ્તાન કે જાણીને તમારું દિમાગ પણ ચકરાઈ ઉઠશે, જુઓ વીડિયો

દરેક વ્યક્તિ તેના લગ્નને ખાસ બનાવવા માંગતું હોય છે, અને આવા લગ્નોને ખાસ બનાવવાના ચક્કરમાં કેટલીકવાર એવા આયોજનો પણ કરવામાં આવે છે જે ચિંતાનો વિષય પણ બની જાય છે, પરંતુ પ્રતાપગઢના જિલ્લાના જેઠવારા વિસ્તારમાંથી એક લગ્નની અંદર દુલ્હને જાતે જ ખુશીમાં રિવોલ્વરથી ગોળી ચલાવી. જેના બાદ તેના વિરુદ્ધ મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે.

તો આ બાબતે પોલીસ સુપ્રિટેન્ડન્ટ અશોક તોમરે મંગળવારના રોજ જણાવ્યું હતું કે જેઠવારા પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મણ કા પુરવા નિવાસી ગિરજા શંકર પાંડેયની દીકરી રૂપ પાંડેયએ ગુજીસ્તા 30 મેના રોજ પોતાના જ લગ્નમાં જયમાલા દરમિયાન પોતાના કક્કા રામવાસ પાંડેયની લાયસન્સ રિવોલ્વર લઈને ગોળી ચલાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

તેમને જણાવ્યું કે પોલીસે વાયરલ થયેલા વીડિયોની નોટિસ બજવતાં કન્યા રૂપા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા, આપડા પ્રબંધન અધિનયમ અને શસ્ત્ર અધિનિયમની સુસંગત ધારાઓ અંતર્ગત સોમવારના રોજ મામલો દાખલ કરી લીધો છે. આ રિવોલ્વરનું લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે વરકન્યા સ્ટેજ ઉપર ઉભા છે. કન્યાએ વરનો હાથ પકડી રાખ્યો છે. અને થોડી જ ક્ષણોમાં કન્યા રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી રહી છે. જેના બાદ ઉપસ્થિત લોકો પણ ચિચિયારીઓ પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. તમે પણ જુઓ આ વીડિયોને

Niraj Patel