આ છોકરીએ તો લગ્નની પ્રથા જ બદલી નાખી, વરરાજાના સેંથામાં પોતાના હાથે ભર્યું સિંદૂર, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયોની અંદર ઘણીવાર મજાક મસ્તી જોવા મળે છે તો ઘણી જગ્યાએ થતા લગ્નના અલગ અલગ રીતિ રિવાજો પણ જોવા મળે છે. આજે જમાનો ઘણો જ બદલાઈ ગયો છે, આજે લગ્નની અંદર યુવા વર્ગે ઘણી પ્રથાઓ બદલી પણ નાખી છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તમે જોયા હશે.

તમે ઘણી કન્યાઓને જોઈ હશે જે લગ્નમાં સામેથી જાન લઈને જાય છે અને ધામધૂમથી વરઘોડો પણ કાઢતી હોય છે, પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં તમને એક અનોખો જ રિવાજ જોવા મળશે. વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર એક કન્યા વરરાજાના સેંથામાં સિંદૂર ભરતી જોવા મળે છે.

હિન્દુ લગ્નમાં કન્યાની સેંથામાં સિંદૂર ભરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે વરના સેંથામાં સિંદૂર પણ ભરવામાં આવે ? ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. જૂના રિવાજોને પાછળ છોડીને એક છોકરીએ તેના ભાવિ પતિના સેંથામાં સિંદૂર ભર્યું.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નના મંડપમાં વર અને કન્યા બેઠા છે. પહેલા વર કન્યાની માંગમાં સિંદૂર ભરે છે અને પછી કન્યા પણ તેના હાથમાં સિંદૂર લઈને વરની માંગ ભરે છે. લગ્નનું આ નવું વર્ઝન ઓનલાઈન વાયરલ થયું હતું. ટ્વિટર પર શેર કરાયેલા આ વીડિયોમાં દુલ્હન તેના લગ્નમાં થયેલા ફેરફારો વિશે જણાવે છે.

તેણે તેના લગ્નને કેવી રીતે પ્રગતિશીલ રાખવા માંગે છે તે વિશે વાત કરી અને રિવાજોમાં ફેરફાર વિશે વાત કરી. પતિના સેંથામાં સિંદૂર લગગાવવાથી લઈને કુંવરદાન કરવા સુધી,વીડિયોમાં બદલાયેલી વિધિઓ બતાવવામાં આવી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો લાખો લોકોએ નિહાળ્યો છે અને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel