ખબર વાયરલ

લગ્નમાં તૈયાર થઈને બગાસા ખાઈ રહી હતી કન્યા, આવી રહી હતી ખુબ જ ઊંઘ, ત્યારે જ જોઈ એવી વસ્તુ કે તરત થઇ ગઈ એક્સાઈટેડ, જુઓ વીડિયો

લગ્ન એ એક ખુબ જ ખુશીનો પ્રસંગ છે, પરંતુ લગ્નના થોડા દિવસો પહેલા અને પછી એટલી દોડધામ હોય છે કે થાક ખાવાનો પણ સમય નથી મળતો અને તેમાં પણ વર-કન્યા માટે તો આ સમય ખુબ જ ટફ હોય છે. સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો સામે આવતા હોય છે જેમાં વર-કન્યાનો થાક તેમના લગ્ન મંડપમાં બેઠા બેઠા પણ જોઈ શકાય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક થાકેલી દુલ્હન  લગ્નના જોડાની અંદર જ બગાસા ખાતી જોવા મળી રહી છે, વીડિયોમાં આ દુલ્હનને જોઈને એમ લાગી રહ્યું છે કે તે ખુબ જ થાકી ગઈ છે અને તેને ખુબ જ ઊંઘ પણ આવી રહી છે, પરંતુ એ દરમિયાન જ એવું કંઈક થાય છે જેના કારણે તેની ઊંઘ ગાયબ થઇ જાય છે.

કન્યા લગ્નમાં સુંદર દેખાવવા માટે ખુબ જ તૈયારીઓ કરે છે, પરંતુ લગ્નના દિવસે ભારે લહેંગા અને ઘરેણાં પહેરતા જ તેઓ થાકી જાય છે. આવી સ્થિતિમાં છોકરીઓ સંપૂર્ણ રીતે તૈયાર થાય તે પહેલા જ ખૂબ જ થાકી જાય છે જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે દુલ્હન તૈયાર છે, જોકે તે પૂરી રીતે તૈયાર નથી અને તે બગાસા ખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by WedAbout.com (@wedabout)

આવી સ્થિતિમાં જેમ જ તેની નજર બગાસા ખાતા ખાતા કેમેરા પર પડે છે, તે તરત જ પોઝ આપવા માટે તૈયાર જોવા મળે છે. આ દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નેટીઝન્સ આ દુલ્હનિયાને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ લોકો આ દુલ્હનની સુંદરતા અને ક્યુટનેસના વખાણ કરી રહ્યા છે.