લગ્નનો લાલ જોડો, ઘરેણાં, ચહેરા ઉપર કાળા ચશ્મા અને સ્પોર્ટ્સ સૂઝ પહેરીને બાઈક ઉપર નીકળેલી કન્યાનો અંદાજ જોઈને હોશ ખોઈ બેસસો

આજકાલ લગ્નની અંદર વરરાજાના વરઘોડા કરતા કન્યાની એન્ટ્રી ખુબ જ જોવા લાયક હોય છે. લગ્નને લઈને ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આવા વીડિયો જોનારને પણ ખુબ જ પસંદ આવે છે. લગ્નના રીતિ રિવાજો હોય કે વરકન્યાની મસ્તીભરી હરકતો કે પછી કન્યાની ધમાકેદાર એન્ટ્રી તમે વાયરલ થતી જોઈ જ હશે.

ત્યારે હાલ એવી જ એક કન્યાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં કન્યા વરરાજાને લેવા માટે ખુબ જ શાનદાર અંદાજમાં બાઈક ઉપર જઈ રહી છે. લગ્નના જોડામાં સજીને બાઈક ચલાવી રહેલી આ કન્યા કોઈ રોકસ્ટાર કરતા જરા પણ કમ નથી લાગી રહી. સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે કન્યાએ લાલ રંગનો જોડો પહેર્યો છે, સાથે જ તેને ઘરેણાં પણ પહેર્યા છે. સાથે આ કન્યા આંખો ઉપર કાળા ચશ્મા પહેરી અને ધાંસુ અંદાજમાં બાઈક ઉપર બેસતી નજર આવી રહી છે.


ઇન્સ્ટાગ્રામ રીલ સેક્શનમાં પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને લોકો પણ ખુબ જ પંસદ કરી રહ્યા છે. આ વીડિયો ઉપર યુઝર્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે અને અત્યાર સુધી હજારો લાઈક આ વીડિયોને મળી ગઈ છે.

Niraj Patel