બદલાતા જમાના સાથે સાથે લગ્નની રસ્મોમાં પણ ઘણા બદલાવ જોવા મળે છે. જયાં પહેલા દુલ્હાઓ તેની જાન લઇને આવતો ત્યાં જ હવે દુલ્હનોની એન્ટ્રી પણ કોઇ દુલ્હાની એન્ટ્રીથી કમ નથી હોતી. સોશિયલ મીડિયા પર આજ-કાલ બ્રાઇડલ એન્ટ્રીના વીડિયો ઘણા વાયરલ થઇ રહ્યા છે, ત્યારે હાલ પણ આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં દુલ્હનની મિત્રો અને બહેનોએ ડાંસ કરી બધાનું દિલ જીતી લીધુ છે. દુલ્હનની મિત્રો અને બહેનોના ડાંસની શરૂઆત થયા બાદ એક ટ્વિસ્ટ જોવા મળ્યો. પાછળથી દુલ્હન બધાની વચ્ચે આવીને ઊભી રહી જાય છે અને પાછળથી તેના ભાઇઓ પણ આવીને ઊભા રહે છે.
દુલ્હન મસ્ત થઇને ડાંસ કરે છે અને તેની શાનદાર એન્ટ્રીથી મહેફિલની પૂરી શાન લૂટી લે છે. આ વેડિંગ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર એક પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોને અત્યાર સુધી 12 હજારથી વધારે લાઇક્સ મળી છે.
View this post on Instagram
આ વીડિયોને જોઇ લોકો દુલ્હનના સ્વેગ અને તેની એન્ટ્રીની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધી 2 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.