કન્યાએ સાસરિયા આવતા પહેલા જ પિયરમાં બતાવ્યો ડાન્સનો જલવો, સામી સામી ગીત પર કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે સૌની આંખો રહી ગઈ પહોળી, જુઓ વીડિયો

પુષ્પાના સામી સામી ગીત પર કન્યાએ કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે સાસરિયા પણ તાકી તાકીને જોવા લાગ્યા, જુઓ વીડિયો

Bride Dance Video On Saami Saami : સોશિયલ મીડિયામાં લોકો ડાન્સ વીડિયો જોવાનું ખુબ જ પસંદ કરતા હોય છે અને તેમાં પણ લગ્નની અંદર થતા ડાન્સ તો લોકોનું દિલ જીતી લેતા હોય છે. લગ્નની અંદર વર કન્યા પણ ડાન્સ કરતા જોવા મળે છે. ત્યારે ઘણા વીડિયો વાયરલ પણ થઇ જતા હોય છે. હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં લગ્ન બાદ એક કન્યા તેના સાસરે જઈને ધમાકેદાર ડાન્સ કરે છે.

એક ઇન્સ્ટાગ્રામ યુઝર Neelam.odd એ વિડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, “સામી સામી”. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, લગ્ન પહેલા તેના પિયરમાં સંગીત સેરેમનીના અવસર પર દુલ્હનએ તેની ગર્લ ગેંગ સાથે જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ પ્રસંગે કન્યાના સાસરિયાઓ પણ સંગીતમાં ઉપસ્થિત રહ્યા.

દુલ્હનનો ડાન્સ જોઈને સાસરિયાઓ પણ હચમચી ગયા હશે. કન્યાના અભિવ્યક્તિઓ અદ્ભુત હતા. ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે કમેન્ટ કરી, “તેનો આઉટફિટ, મેકઅપ, ડાન્સ બધું જ પરફેક્શનની બહાર છે.” અન્ય એક યુઝરે લખ્યું, “એનર્જી, એક્સપ્રેશન, લહેંગા, વાળ, બધું જ પરફેક્ટ છે.”

ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી આ વીડિયોને 245K કરતા પણ વધારે વખત લાઈક કરવામાં આવ્યો છે, આ સાથે જ લાખો લોકોએ આ વીડિયોને જોયો છે.  ઘણા યુઝર્સ આ વીડિયોને જોઈને પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે અને કન્યાના ડાન્સની પણ ખુબ જ પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel