લગ્નના મંડપમાં વરમાળા પછી કન્યા આવી ઘેલમાં, સ્ટેજ પરથી જ કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે વરરાજા પણ જોઈને શરમથી થઇ ગયો પાણી પાણી

કન્યાના ડાન્સે જીત્યા લગ્નમાં આવેલા મહેમાનોના દિલ.. સ્ટેજ પરથી જ કર્યો એવો ધાંસુ ડાન્સ કે લોકોની આંખો થઇ ગઈ ચાર… જુઓ વીડિયો

લગ્નની અંદર ડાન્સ ના થાય તો લગ્ન જાણે અધૂરા લાગે. વરઘોડાની અંદર, લગ્નની આગલી રાત્રે અને લગ્નના સમયે પણ લોકો મન મુકીને ઝૂમવા માટે તૈયાર રહેતા હોય છે અને એટલે જ લગ્નમાં થતા આવા ડાન્સના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ જતા હોય છે. ઘણીવાર વીડિયોમાં વર કન્યાના ડાન્સ પણ લોકોનું ધ્યાન ખેંચતા હોય છે.

ત્યારે હાલ એવો જ એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં કન્યા ડાન્સ કરીને ડાન્સ ફ્લોર પર આગ લગાવતી જોવા મળે છે. કન્યા જે એનર્જી સાથે ડાન્સ કરી રહી છે તેને જોઈને તો તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો અને આ કન્યાના વખાણ કરવા માટે તમે પણ કોમેન્ટ કરતા તમારી જાતને રોકી નહિ શકો.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વર કન્યા સ્ટેજ પર ઉભા છે અને વરમાળાની વિધિ પૂર્ણ થઇ ગઈ છે. જેના બાદ કેટલાક બાળકો સાથે કન્યા પણ ડાન્સ કરી રહી છે. કન્યા ભરપૂર એનર્જી સાથે ડાન્સ કરે છે, આ જોઈને વરરાજા પણ શરમાઈ જાય છે. નાના બાળકો સાથે કન્યા ઘેલમાં આવીને ધમાકેદાર ડાન્સ પર્ફોમન્સ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by rimex video (@rimex.video)

ત્યારે આ વીડિયોને હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને વીડિયો પર પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ કન્યાને ડાન્સથી જોરદાર લગાવ છે. તો ઘણા લોકો એમ પણ કહે છે કે લગ્નનો આટલો ઉત્સાહ અમે પહેલીવાર જોયો છે. મોટાભાગના લોકોને આ ડાન્સ વીડિયો ખુબ જ પસંદ આવ્યો છે.

Niraj Patel