લગ્ન બાદ ફોટોગ્રાફરને પોઝ આપી રહ્યું હતું કપલ, ત્યારે જ કન્યાને સૂઝી મસ્તી અને વરરાજાને પુલમાં માર્યો ધક્કો, બંને પડ્યા પાણીમાં, પછી જુઓ કેવા થયા હાલ

લગ્નમાં જોડામાં સજી ધજીને ઉભા રહેલા વરરાજાને કન્યાએ માર્યો પાણીમાં ધક્કો, પોતાની સાથે કન્યાને પણ કેહચી ગયો વરરાજા, જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને જીણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર લગ્નના અલગ અલગ રીતિ રિવાજ જોવા મળતા હોય છે તો ઘણીવાર વર કન્યાનો મસ્તી ભરેલો અંદાજ પણ જોવા મળતો હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં વર-કન્યાની અજીબો ગરીબ મસ્તી જોવા મળી રહી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, “વરરાજા અને કન્યા એકસાથે ઉભા છે. વીડિયો જોઈને લાગે છે કે બંને ફોટો પડાવવા માટે પોઝ આપવાની તૈયારી કરી રહ્યાં છે. વરરાજા કન્યાને ફોટો માટે પોઝ આપવા કહે છે. પરંતુ આ દરમિયાન જ કન્યાને એવી મસ્તી સૂઝે છે કે તેની વરરાજાએ પણ કલ્પના નહિ કરી હોય.

કન્યા વરરાજાને નજીકના પાણીથી ભરેલા પુલમાં ધક્કો મારે છે. આમ કરતી વખતે વરરાજા તેને પકડી લે છે અને પછી બંને પાણીમાં પડે છે. બંનેના કપડાં અને મેકઅપ ભીંજાઈ જાય છે. વીડિયોના અંતમાં બંને પાણીમાં મસ્તી કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં આ કપલનો પ્રેમ લોકોનું દિલ જીતી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by 🌟 (@wedd_ing_vibes)

આ વીડિયોને wedd_ing_vibes નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટા પર શેર કરવામાં આવ્યો છે. . આ વીડિયોને લોકોનો પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો છે. સાથે જ આ વીડિયોને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે. લોકો કોમેન્ટ સેક્શનમાં હસતા ઇમોજી શેર કરી રહ્યા છે.

Niraj Patel