શું તમને ખબર છે તમારા ઘરમાં આવતી બ્રેડ કેવી રીતે બને છે ? જુઓ ફેક્ટરીનો વાયરલ થઇ રહેલો વીડિયો

આ રીતે ફેક્ટરીમાં બનાવવામાં આવે છે બ્રેડ, આખી પ્રોસેસ જોઈને તો તમે પણ હેરાન રહી જશો, જુઓ વીડિયો

Bread-Making Procedure : આપણે રોજ ઘરમાં અને બહાર ઘણી બધી વસ્તુઓ ખાતા હોઈએ છે. કેટલીક વસ્તુઓ આપણને ખુબ જ સ્વાદિષ્ટ પણ લાગતી હોય છે, પરંતુ તે કેવી રીતે બને તે કદાચ આપણને પણ ખબર નથી હોતી અને તે વસ્તુ જયારે બનતી આપણે જોઈએ છીએ ત્યારે આપણા પણ હોશ ઉડી જાય છે. એવી જ એક વસ્તુ છે બ્રેડ. જે મોટાભાગના ઘરોમાં ખાવામાં આવે છે. બહાર પણ આપણે બ્રેડની ઘણી બધી વસ્તીઓ ખાતા હોઈએ છીએ. ત્યારે આજે અમે તમને ફેકટરીમાં બ્રેડ કેવી રીતે બને છે તે બતાવીએ.

બ્રેડની ફેક્ટરીનો વીડિયો :

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ વીડિયોમાં બ્રેડ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની ટૂર બતાવવામાં આવી છે. આ ક્લિપમાં ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત એક ફેક્ટરીમાં બ્રેડના અસંખ્ય પેકેટ બનાવવાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. બ્રેડ બનાવવાની મલ્ટિ-સ્ટેપ પ્રક્રિયામાં ઘણી બધી બાબતો સામેલ છે, કમનસીબે, કોઈએ સ્વચ્છતા પર ધ્યાન આપ્યું નથી. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ફેક્ટરીમાં એક પણ કામદાર ગ્લોવ્ઝ પહેરેલો જોવા મળતો નથી.

કેવી રીતે થાય છે તૈયાર :

વિડિયોની શરૂઆત એક કાર્યકર દ્વારા લોટની કેટલીક થેલીઓ એક વિશાળ લોટ મિક્સરમાં ખાલી કરવાથી થાય છે. લોટને મશીન પર ચોંટતા અટકાવવા માટે, કામદાર તેમાં તેલ પણ ઉમેરે છે. પછી, વિશાળ લોટને કેટલાક ભાગોમાં વહેંચવામાં આવે છે અને તેનું વજન કર્યા પછી, તેને ટીન મોલ્ડની અંદર મૂકવામાં આવે છે. આ મોલ્ડને પછી પકવવા માટે મોટા ઓવનની અંદર મૂકવામાં આવે છે. તેમને સમાન સ્લાઇસેસમાં કાપ્યા પછી, અન્ય કાર્યકર તેમને મોજા પહેર્યા વિના પેકેટમાં લપેટી લે છે.

વાયરલ થયો વીડિયો :

કેપ્શનમાં, યુઝરે ખુલાસો કર્યો કે તેણે હાલમાં વાયરલ થયેલા વીડિયોને તેના ગામની એક બેકરીમાં શૂટ કર્યો હતો. તેમણે સમજાવ્યું કે તાવેરેસ બેકરીની સ્થાપના “1956માં શ્રી લિગોરિયો તાવારેસ દ્વારા કરવામાં આવી હતી અને તે તેમના બે પુત્રો, રોમી તાવારેસ અને બર્થોલોમિયો તાવારેસ, તેમના પરિવારો સાથે સફળતાપૂર્વક ચલાવે છે.” ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel