પોતાની જ ફ્રેન્ડને ઇંટ વડે માર મારી કરી દીધી હત્યા અને પછી પ્રેગ્નેટ મિત્રનું પેટ કાપી બાળકને…

પ્રેગ્નેટ મિત્રને મારી અને પેટ કાપી નાખ્યુ, આ કાળું કામ કરવાના જૂનુનમાં બની ગઇ હત્યારી

ઘણીવાર દેશ-વિદેશમાંથી એવી એવી ઘટનાઓ સાંભળવા મળતી હોય છે આપણુ માથુ ચકરાઇ જાઇ. ઘણીવાર આપણે એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે બાળકોની ચોરી કરતી ગેંગ સક્રિય છે અને તેઓ બાળકોને નિશાન બનાવે છે. પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો છે, તેમાં તો એક હત્યારીએ તેની પ્રેગ્નેટ મિત્રના પેટમાંથી જ બાળક ચોરી લીધુ.એક મહિલાએ બાળક ચોરવાના જુસ્સામાં પોતાની ગર્ભવતી મિત્રની હત્યા કરી નાખી. આટલું જ નહીં હત્યાની સાથે આરોપી મહિલાએ પીડિતાનું પેટ કાપીને બાળકને બહાર કાઢ્યું અને પોતાની સાથે લઈ ગઈ. જોકે બાદમાં પોલીસે આરોપી મહિલા અને તેના પતિની ધરપકડ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

એક અંડર કન્સ્ટ્રક્શન સાઈટ પરથી 24 વર્ષીય ગર્ભવતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે પીડિતાનું પેટ ધારદાર હથિયાર વડે કાપવામાં આવ્યું હતું. તેના શરીર પર ઈંટો મારવાથી ઈજાઓ પણ થઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક મહિલાની ઓળખ ફ્લાવિયા ગોડિન્હો માફ્રા તરીકે થઈ છે, જે 36 અઠવાડિયાની ગર્ભવતી હતી. 27 ઓગસ્ટના રોજ ફ્લાવિયા અચાનક ગાયબ થઈ ગઈ. તેના પતિ અને માતાને 28 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યે તેની લાશ મળી આવી હતી, જે ગાલેરા પાસે બંધ વાસણ બનાવવાના યાર્ડમાં ફેંકેલી હાલતમાં હતી.

આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે મૃતકની હત્યા તેની જ મિત્રએ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું કે પીડિતા અને તે ઘણા જૂના મિત્રો હતા. ઘટનાના દિવસે તેણે પીડિત મહિલાને બેબી શાવરના બહાને બોલાવી હતી. આ પછી જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે તેને ઈંટો વડે માર માર્યો, પછી તેનું પેટ કાપી નાખ્યું અને બાળકીને બહાર કાઢી અને સ્થળ પરથી ભાગી ગઇ. બીજા બે મિત્રો પણ બેબી શાવર વિશે જાણતા હતા. પરંતુ બાદમાં તેમને કહેવામાં આવ્યું કે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. મૃતકનું પેટ કપાયેલું હતું. નવજાત બાળકી ગુમ હતી.

પોલીસને માહિતી મળી કે શંકાસ્પદ આરોપી મહિલા અને તેનો પતિ નવજાતને હોસ્પિટલમાં લઈ ગયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી પૂછપરછ બાદ બંનેની ધરપકડ કરી હતી.
આ ઘટના બ્રાઝિલના દક્ષિણી સાંતા કેટરીનાના કેનેલિનમાંથી સામે આવી છે. ધરપકડ કરાયેલી આરોપી મહિલાએ પોલીસને જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં કસુવાવડને કારણે તેણે તેનું બાળક ગુમાવ્યું હતું. ત્યારથી તેને બાળક ચોરવાનું ઝનૂન હતું.

પ્રતિકાત્મક તસવીર

બીજી તરફ, નવજાત બાળકીનું નામ સિસેલિયા રાખવામાં આવ્યું અને તે ફ્લોરિનોપોલિસની ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં દાખલ હતી. જ્યારે તેની માતાનું પેટ કાપીને બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેને થોડી ઈજાઓ થઈ હતી. ઇજાઓને કારણે તેને એન્ટિબાયોટિક્સ અને પીડાની દવાઓ આપવામાં આવી હતી. પરંતુ તે હવે સ્વસ્થ છે.

Shah Jina