શોરૂમમાં સાડીઓની આડમાં આ રીતે કરવામાં આવી રહ્યો હતો બ્રાંડેડ દારૂનો ધંધો, પોલીસને ખબર પડી અને પછી આવી રીતે થયો પર્દાફાશ

દારૂ પર રોક હોવા છત્તાં દારૂ માફિયા દારૂ તસ્કરી માટે નવા નવા ઉપાય અજમાવવામાં આવે છે. આવો જ એક મામલો હાલ સામે આવ્યો છે. જયાં બજારમાં સ્થિત એક સાડીના શોરૂમમાં દારૂનો ધંધો કરવામાં આવી રહ્યો હતો. પોલિસે આ મામલે ખુલાસો કરી સાદા કપડામાં ગ્રાહક બની શોરૂમ પર દારૂ લેવા પહોંચી હતી. જે બાદ શોરૂમમાં ચાલી રહેલ ખેલનો ખુલાસો થયો.

બિહારમાં દારૂ બંધી છે, પરંતુ દારૂના એકથી એક ચડિયાતા કિસ્સા સામે આવતા રહે છે. આ કિસ્સો હાજીપુરનો છે. જયાં એક મોટા ફેશન શો રૂમમાં જયારે છાપેમારી થઇ તો સાડીઓ અને લહેંગા વચ્ચેથી દારૂ મળ્યો.

ટીમને ખબર મળી હતી કે શહેરના એક ચર્ચિત ફેશન શોરૂમમાં દારૂનો ધંધો ચાલી રહ્યો છે, આ સૂચના બાદ ટીમે મામલાનો ખુલાસો કરવા માટે સાદા કપડામાં ગ્રાહક બનીને પોહંચી અને પહેલા શોપિંગ કરી અને ધીરે ધીરે વાતોમાં ઉલજાવી શોરૂમના કર્મચારીઓથી પૂરા ખેલને સમજી લીધો.

આ બાદ ટીમે છાપેમારીની કાર્યવાહી કરી અને પોલિસને ભારી માત્રામાં દારૂનો જથ્થો મળ્યો હતો. આ સાથે પોલિસે માલિક સહિત બે આરોપીઓની ધરપકડ પણ કરી.શોરૂમના બેસમેન્ટમાંથી દારૂ મળી આવ્યો છે. પોલીસે કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આબકારી વિભાગની ટીમે પકડાયેલા દુકાનના સંચાલક સાથે સઘન પુછપરછ હાથ ધરી છે.

Shah Jina