225 કરોડની કમાણી કરતા જ આલિયા થઇ ખુશખુશાલ, રણબીરને દર્શકોએ ઘેરી લીધો, જુઓ શું કહ્યું

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ ગઈ છે. લાખો ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે અમુક ફેન્સ સોશિયલ મીડિયા પર બ્રહ્માસ્ત્રની વાર્તાને લઈને મેકર્સ પર નિશાન સાધી રહ્યા છે. પરંતુ ફિલ્મ સમીક્ષકોના મતે ફિલ્મને અત્યાર સુધી બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ ફિલ્મે 2 જ દિવસમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. મોટાભાગના લોકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે. આલિયા ભટ્ટ હાલમાં જ ધર્મા પ્રોડક્શનની બહાર જોવા મળી હતી. આલિયા ભટ્ટનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ઘણા લોકો આપણા દેશમાં બ્રહ્માસ્ત્ર પર બોયકટ કરી રહ્યા છે અને બીજી બાજુ બૉક્સ ઑફિસ પર બ્રહ્માસ્ત્ર ફિલ્મ લકી સાબિત થઇ છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને મૌની રોય સ્ટારર ફિલ્મ લીઝ થતાની સાથે જ દર્શકોનો સારો પ્રતિસાદ ને સોશ્યલ મીડિયામાં એક તરફ બોયકટ કરવામાં આવી રહી હતી પણ સિનેમામાં આવતા જ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ સાંભળીને રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ચાહકોને ખુશી થશે કે આ હિટ ફિલ્મે આ વીકેન્ડમાં તમામ ભાષાઓમાં કુલ 122.58 કરોડનો બિઝનેસ કર્યો છે.પહેલા દિવસે ફિલ્મે ભારતમાં 37 કરોડની કમાણી સાથે બમ્પર ઓપનિંગ કર્યું હતું. એ પછીના દિવસે ફિલ્મે 42 કરોડનું કલેક્શન કર્યું અને ગઈ કાલે એટલે કે રવિવારે ફિલ્મ ત્રીજા દિવસે બ્રહ્માસ્ત્ર એ તમામ ભાષાઓમાં 44.80 કરોડનો બિઝનેસ કર્યો છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર એ પણ જાણવા મળ્યું છે કે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ફિલ્મનું ગ્રોસ ઓપનિંગ વીકેન્ડ કલેક્શન 225 કરોડની આસપાસ છે. આંકડા જોતા લાગે છે કે બોયકટ ટ્રેન્ડ અને નેગેટિવ રિવ્યુ ફિલ્મના કલેક્શન પર કોઈ અસર કરી રહી નથી. ફિલ્મના શો હાઉસફુલ થઈ રહ્યા છે. બ્રહ્માસ્ત્રના શસ્ત્રોની દુનિયા ફિલ્મ પ્રેમીઓને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ફર્સ્ટ ડે પર આખી દુનિયામાંથી ફિલ્મે 75 કરોડનુ કલેક્શન કર્યુ હતુ.ફિલ્મે સૌથી સારો દેખાવ મુંબઈમાં કર્યો છે.આ સિવાય દિલ્હી, કોલકાતા, ચંદીગઢ જેવા શહેરોમાં પણ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર જોરદાર દેખાવ કરી રહી છે. લોકોને સન્ડેની છૂટી હોવાથી આજે આ ફિલ્મના કલેક્શનમાં હજી પણ વધારે ઉછાળો આવે તેવી શક્યતા છે.

ફિલ્મ ત્રીજા દિવસે જ 100 કરોડની ક્લબમાં સામેલ થશે તે વાત નિશ્ચિત મનાઈ રહી છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં રણબીર અને આલિયા સિવાય મહાનાયક અમિતાભ બચ્ચન પણ છે.જ્યારે શાહરુખ અ્ને નાગાર્જુનનો આ ફિલ્મમાં ગેસ્ટ રોલ છે.લોકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે તેવુ બોક્સ ઓફિસની કમાણી પરથી લાગી રહ્યુ છે.

આ મેટર પર કંગના રનૌતે ફરી એકવાર બ્રહ્માસ્ત્ર પર નિશાન સાધ્યું છે. તેણે ફિલ્મના વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર કમાણીના આંકડાને નકલી ગણાવીને પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગના એ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી અને આ વિશે તેનું રીએક્શન આપ્યું હતું.

YC