પ્રેમ આંધળો હોય છે તે આનું નામ, પ્રેમિકાને મળવા માટે અડધી રાત્રે પહોંચેલો પ્રેમી સીધો જ કૂવાની અંદર ખાબકી ગયો અને પછી….

એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, જેના ઘણા બધા ઉદાહરણો આપણી આસપાસ પણ જોવા મળતા હોય છે. ઘણા લોકો તો પ્રેમમાં એવા આંધળા બની જતા હોય છે કે તેમને દિવસ કે રાત કઈ દેખાતું નથી હોતું અને તેના પ્રેમી કે પ્રેમિકાને મળવા માટે કંઈપણ કરતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના બિજનૌરના માતી વિસ્તારમાં એક પ્રેમીને તેની પ્રેમિકાને મળવું મોંઘુ પડી ગયું. રવિવારે રાત્રે તે છુપાઈને પ્રેમિકાના ઘર પાસે પહોંચ્યો હતો અને ત્યારે જગાઢ ધુમ્મસના કારણે તે કૂવામાં પડી ગયો. યુવક કૂવામાં પડી જતાં ચકચાર મચી ગઈ હતી. પ્રેમીને કૂવામાં પડતો જોઈ પ્રેમિકાએ તેને બહાર કાઢવાના ખૂબ પ્રયાસ કર્યા પરંતુ સફળતા મળી ન હતી.

ઘણા જ લાંબા સમય સુધી પ્રયાસ કરવા છતાં પણ તે પ્રેમીને કુવામાંથી બહાર ન કાઢી શકી, જેથી તે કુવા પાસે બેસીને રડવા લાગી. બૂમો સાંભળીને આજુબાજુના લોકો પણ એકઠા થઈ ગયા. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને દોરડાની મદદથી યુવકને કૂવામાંથી બહાર કાઢ્યો હતો.

માતી વિસ્તારમાં રવિવારે રાત્રે એક યુવક તેની પ્રેમિકાને મળવા પહોંચ્યો હતો. ધુમ્મસના કારણે કશું સ્પષ્ટ દેખાતું ન હતું. દરમિયાન પ્રેમી રસ્તાની બાજુમાં બનાવેલા કૂવામાં પડી ગયો હતો. પ્રેમી કુવામાં પડી ગયાની જાણ થતાં જ પ્રેમિકા કુવા પાસે દોડી આવી હતી. પ્રેમીને 40 ફૂટ ઉંડા કૂવામાં પડતો જોઈ તેના હોશ ઉડી ગયા હતા.

પહેલા તો પકડાઈ જવાના ડરથી પ્રેમિકાએ ગુપ્ત રીતે પ્રેમીને કૂવામાંથી બહાર કાઢવાની યુક્તિ અપનાવી હતી. પણ સફળતા ન મળી. ઘણા પ્રયત્નો છતાં પણ તે તેને બહાર કાઢી શકી ન હતી. ઘણા સમય પછી તે કૂવા પાસે બેસીને રડવા લાગી. ચીસો સાંભળીને આસપાસના કેટલાક લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા.

ગામના લોકોને એકઠા થતા જોઈને પહેલા તો તેણીએ ડરના કારણે વિલંબ કરવાનું શરૂ કર્યું. વારંવાર પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટના જણાવી. આ અંગે લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી કૂવામાં દોરડું નાખી યુવકને જીપમાંથી ખેંચીને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કુવામાં પાણી નહોતું તે સદનસીબ હતું નહીંતર યુવકનો જીવ બચાવવો મુશ્કેલ બની ગયો હોત.

Niraj Patel