ગાયિકા સાથે ફેસબુક ઉપર થયો પ્રેમ, પછી કરી દીધી ગર્ભવતી, અને હવે ઘરેણા અને રોકડ રકમ લઈને બોયફ્રેન્ડ….

દેશભરમાં છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે, ઘણા કિસ્સાઓમાં આપણે જોયું છે કે કોઈ છોકરી છોકરા સાથે મિત્રતા કરે છે અને પ્રેમનું નાટક કરી તેની પાસેથી હજારો લાખો રૂપિયા પણ પડાવી લેતી હોય છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેમાં પ્રેમિકાએ નહિ પ્રેમીએ છેતરપિંડી કરી. તેને ફેસબુક ઉપર પ્રેમિકા સાથે પ્રેમ કર્યો અને પછી બંને વચ્ચે સંબંધો પણ બંધાયા અને પ્રેમિકાને ગર્ભવતી કરી રોકડ રકમ અને ઘરેણા લઈને પ્રેમી ફરાર થઇ ગયો.

(પ્રતીકાત્મક તસવીર)

આ મામલો સામે આવ્યો છે પશ્ચિમ બંગાળના હુગલીમાંથી. જ્યાં એક યુવકે કથિત રીતે એક ગાયિકાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેનું યૌન શોષણ કર્યું એટલું જ નહીં પરંતુ તેને ગર્ભવતી પણ બનાવી દીધી. જેના બાદ યુવક મહિલા ગાયિકાના ઘરેથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આરોપી યુવક ઉત્તરાખંડનો રહેવાસી છે.

(પ્રતીકાત્મક તસવીર)

મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડના નૈનીતાલના રહેવાસી શીતલ દીપ જૈને પહેલા હુગલીની સિંગર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરી અને પછી તેને પોતાના પ્રેમ જાળમાં ફસાવી. આ પછી યુવતીને લગ્નની ખોટી લાલચ આપીને ગર્ભવતી બનાવી દીધી હતી. આટલું જ નહીં ગાયિકાને ગર્ભવતી બનાવ્યા બાદ આરોપી યુવકે તેને નિરોધક ગોળીઓ ખવડાવીને ગર્ભપાત કરાવ્યો હતો અને પછી તે લાખો રૂપિયાની કિંમતના ઘરેણા અને રોકડ લઈને ફરાર થઈ ગયો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

જ્યારે પીડિતાએ વિરોધ કર્યો તો આરોપી માતા-પિતા અને કાકા તેના ઘરે પહોંચ્યા અને તેની સાથે મારપીટ કરવા લાગ્યા. હવે ગાયક ન્યાય મેળવવા ચંદનનગર પોલીસ સ્ટેશનથી ચંદનનગર પોલીસ કમિશ્નર ઉચ્ચ અધિકારીઓની ઓફિસના ધક્કા ખાઈ રહ્યો છે. સિંગરે જણાવ્યું કે તેને બાળપણથી જ પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે ઘણો પ્રેમ છે, તેથી તેણે પોતાના ઘરમાં 30થી વધુ શ્વાન પાળ્યા છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ વર્ષે ફેબ્રુઆરીમાં તેણે પોતાના ઘરમાં ઉછરેલા પ્રાણીઓ અને પક્ષીઓની સંભાળ રાખવા માટે ફેસબુક પર એક પોસ્ટ લખી હતી, જેમાં તેણે વ્યક્તિની જરૂરિયાત જણાવી હતી. ફેસબુક પોસ્ટ જોઈને નૈનીતાલના યુવકે તેનો સંપર્ક કર્યો. યુવકના સારા વર્તનને કારણે યુવતીએ તેને તેના ઘરે કામ માટે રાખ્યો હતો. યુવકે તેના વર્તન અને વ્યવહારથી યુવતી અને તેની માતાનું દિલ જીતી લીધું હતું.

થોડા દિવસો પછી, યુવતી અને યુવક પ્રેમમાં પડ્યા અને આ દરમિયાન ગાયિકા ગર્ભવતી થઈ. જ્યારે યુવતીએ યુવકને આ વાતની માહિતી આપી અને તેને લગ્ન કરવા કહ્યું તો આરોપીએ બહાનું બનાવીને લગ્ન મુલતવી રાખ્યા હતા. પીડિતાએ જણાવ્યું કે આરોપીએ તેને છેતરપિંડીથી ગર્ભનિરોધક દવાઓ ખવડાવી અને તેનો ગર્ભપાત કરાવ્યો, ત્યારપછી તેણે તેને માનસિક અને શારીર ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું. 8મી જૂને યુવતી અને તેની માતાની ગેરહાજરીમાં યુવક ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો.

Niraj Patel