એક તરફ જ્યાં આખી દુનિયામાં “RRR” ફિલ્મ ધૂમ મચાવી રહી છે ત્યાં બીજી બાજુ અહીંયા લોકો બૉયકોટ કરવાની જોર શોરમાં વાતો કરે છે

25 માર્ચના રોજ સિનેમા ઘરમાં આવેલી ફિલ્મ “RRR” આખી દુનિયાની અંદર પોતાનો ડંકો વગાડી રહી છે, આ ફિલ્મે કમાણીના મામલામાં પણ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે, દર્શકો પણ થિયેટરમાં જઈને આ ફિલ્મને માણી રહ્યા છે તો ઠેર ઠેર આ ફિલ્મની પ્રસંશા પણ થતી જોવા મળી રહી છે, પરંતુ આ દરમિયાન કર્ણાટકમાંથી આ ફિલ્મને બૉયકોટ કરવાની માંગ ચાલી રહી છે.

એક તરફ જ્યાં તેલુગુ રાજ્યોમાં લોકો જુનિયર એનટીઆર અને રામ ચરણના ચાહકો તેમના કટ-આઉટની આરતી કરીને ઉજવણી કરતા જોવા મળે છે, ત્યારે કન્નડ લોકો RRR વિશે તેમની નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. ઘણા કન્નડ ફિલ્મ પ્રેમીઓએ તેમની નિરાશા વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા હેન્ડલ્સનો ઉપયોગ કર્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા જ ટ્વિટર પર #BoycottRRRinKarnataka ટ્રેન્ડ કરી રહ્યું છે.

એસેએસ રાજામૌલીની પીરિયડ ડ્રામા RRR 25 માર્ચે તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી સહિત પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ છે. આમ છતાં કર્ણાટકના ફિલ્મ પ્રેમીઓ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. વાસ્તવમાં, ફિલ્મ જોવાના શોખીન રાજ્યના લોકોનું કહેવું છે કે તેમના રાજ્યના અમુક જ થિયેટરોમાં RRR શો મૂકવામાં આવ્યા છે

હેશટેગ #RRRBoycott ટ્રેન્ડિંગ શરૂ થયું જ્યારે ઘણા ચાહકોએ રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ માટે ટિકિટ બુક કરવાનું વિચાર્યું પરંતુ કન્નડ ભાષાને બદલે હિન્દી અને તેલુગુ વર્ઝનમાં સીટ મળી. આ જ કારણ છે કે ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી હતી. જો કે, આ ફિલ્મની ટીમે 23 માર્ચે કર્ણાટકના ફિલ્મ પ્રેમીઓ માટે જાહેરાત કરી હતી કે તેઓ RRRના કન્નડ વર્ઝનને રાજ્યમાં વધુમાં વધુ સ્ક્રીન્સ પર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

Niraj Patel