મોબાઈલમાં જોઈને રોડ ક્રોસ કરી રહેલા યુવકને પાછળથી કારે મારી ઉડાવી દીધો, આંખના પલકારે થયું મોત, જુઓ વીડિયો

મોબાઈલમાં જોતા જોતા રોડ ક્રોસ કરી રહેલા યુવકનું દર્દનાક મોત, હૃદય હચમચાવી દેશે વીડિયો, નબળા હૃદય વાળા આ ન જોતા…

આજે મોબાઈલ મોટાભાગના લોકોની જીવન જરૂરિયાત બની ગયો છે. મોબાઈલ વિના કોઈને એક મિનિટ પણ ચાલતું નથી. હાલતા, ચાલતા, બેઠા હોઈએ કે ઉભા હોઈએ લોકોનું ધ્યાન મોટાભાગે મોબાઈલમાં જ રહેતું હોય છે, આ મોબાઈલના કારણે જ ઘણીવાર અકસ્માત પણ થતા હોય છે. ત્યારે હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો લોકોમાં ધ્રુજારી લાવી રહ્યો છે, જેમાં રસ્તો ક્રોસ કરી રહેલા એક યુવકને પુરપાટ ઝડપે આવતી કારે ઉડાવી દીધો.

આ ઘટના સામે આવી છે યુપીના પીલીભીતમાંથી. જેમાં માર્ગ અકસ્માતનો વીડિયો જોઈને લોકો ચોંકી ગયા હતા. ગત રાત્રે એક યુવક મોબાઈલ લઈને હાઈવે પરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી એક ફોર વ્હીલરે યુવકને ટક્કર મારી હતી. કારની ટક્કરમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું બરેલીમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

બિસલપુર શહેરના મહોલ્લા ગ્યાસપુરમાં રહેતો 22 વર્ષીય ઇર્શાદ ઉર્ફે કુલુ મોડી રાત્રે તેની બહેનના ઘરેથી પરત આવતી વખતે રાત્રે 12 વાગ્યાની આસપાસ હાથમાં મોબાઈલ ચલાવતો ચલાવતો રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે જ પાછળથી પુરપાટ ઝડપે આવતી કારે તેને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કરને કારણે યુવક કેટલાય ફૂટ દૂર નીચે પટકાયો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત ઈર્શાદના ઘરે જાણ કરી હતી.

ઘટનાસ્થળે પહોંચેલા સંબંધીઓએ તેને બરેલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ઇર્શાદનું મોત થયું હતું. પુત્રના મોતને કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવારમાં અરાજકતા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા મથકે મોકલી આપ્યો છે. તેમજ સીસીટીવી ફૂટેજના આધારે અજાણી કારની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Niraj Patel