IPLની ચાલુ મેચ દરમિયાન આ છોકરાએ કર્યું એવું કામ કે વીડિયો જોઈને લોકો બોલ્યા…”રમી ગયો આ છોકરો…”, જુઓ તમે પણ

એક બાજુ મેદાનમાં ચાલી રહી હતી IPLની ગેમ અને બીજી બાજુ આ ભાઈ ચીયર લીડર્સ સાથે એની પોતાની જ ગેમ રમી રહ્યો હતો… જુઓ વીડિયો

man dance with cheerleaders: હાલ દેશભરમાં આઇપીએલ (ipl) નો માહોલ છવાયેલો હોય છે અને દરેક ટીમ પ્લેઓફ (playoff) માં પહોંચવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે આ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓ (cricket lovers ) પોતાની ગમતી ટીમને ઘરે બેસીને અથવા તો મેદાનમાં  જઈને પણ સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે.

રમત સિવાય આઈપીએલ મેચોમાં બીજી ઘણી વસ્તુઓ છે જે લોકોને આકર્ષિત કરે છે. આ વર્ષે ભોજપુરી કોમેન્ટ્રીથી લઈને ઘણી બાબતો ચર્ચામાં રહી છે. હવે એક છોકરાએ ચીયર ગર્લ્સને ડાન્સ કરીને સ્ટેડિયમનું વાતાવરણ બનાવી દીધું છે. આ વિડિયો ટ્વિટર પર Out of Context Cricket (@GemsOfCricket) નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે મેચ જોવા આવેલો એક છોકરો ચીયરલીડરની જેમ ડાન્સ કરવા લાગે છે. ખાસ વાત એ છે કે તેની નકલ કરતી વખતે ચીયર ગર્લ્સ પણ ડાન્સ કરવા લાગે છે. આ જોઈને સ્ટેડિયમમાં બેઠેલા લોકો ખુશીથી કૂદી પડ્યા અને સીટી વગાડવા લાગ્યા. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

એકે લખ્યું “આ માણસ પોતાના જીવનનો આનંદ માણી રહ્યો છે.” બીજાએ લખ્યું  “તે પોતાની રમત રમી રહ્યો છે.” IPL મેચમાં રમત સિવાય દરરોજ કંઈક અલગ જોવા મળે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના એકાના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલી અને લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે દલીલો કરતા જોવા મળ્યા હતા.

Niraj Patel