આ 17 વર્ષના છોકરાનો ચહેરો જોઈને નાના બાળકો પણ ડરી જાય છે, મોઢા પર પણ ઉગ્યા છે વાળ, લોકો માને છે હનુમાન દાદાનો અવતાર, જુઓ તસવીરો

ચહેરા પર અસંખ્ય વાળ સાથે જન્મ થયો આ બાળકનો, 17 વર્ષની ઉંમરમાં ચહેરો બની ગયો છે ડરામણો, વડોદરાના ડોકટરે આપી છે આવી સલાહ.. જુઓ

આપણા દેશમાં ઘણા બધા લોકો એવા છે જે કેટલીક દુર્લભ બીમારીઓથી પીડાઈ રહ્યા છે અને ઘણા તો જન્મજાત જ કેટલીક બીમારીઓ લઈને આવે છે અને આખી જિંદગી તેમને આ બીમારીઓ સાથે જ જીવવું પડતું હોય છે, ઘણી બીમારીઓ એવી હોય છે કે સમાજમાં પણ લોકો મજાક ઉડાવે, છતાં પણ તેમને આ બીમારીઓ સાથે જીવવું પડે છે, તો આજે તમને એવા જ એક છોકરા વિશે જણાવીશું જે પણ એક દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો છે.

આ છોકરો મધ્યપ્રદેશના રતલામમાં રહે છે. તેનું નામ લલિત પાટીદાર છે અને તેની ઉંમર ફક્ત 17 વર્ષ છે. જો લલિતના ચહેરાને તમે પહેલીવાર જોશો તો તમે ડરી જશો. ડરનું કારણ તેના ચહેરા પર લાંબા વાળ હશે. આ વાળ તેના ચહેરા પર જન્મથી જ છે. સંબંધીઓએ તેને ઘણા ડોકટરોને બતાવ્યો પણ ક્યાંય તેની સારવાર થઈ શકી નહીં. ડોક્ટરોએ તેને દુર્લભ અને અસાધ્ય રોગ ગણાવ્યો હતો.

મળતી માહિતી મુજબ લલિત રતલામ જિલ્લાના નાંદલેટ ગામનો રહેવાસી છે. તેના પિતા બકતલાલ પાટીદાર ખેડૂત છે. લલિત 4 બહેનોનો એકમાત્ર ભાઈ છે. તે ગામની સરકારી શાળામાં ધોરણ 12નો વિદ્યાર્થી છે. એવું કહેવાય છે કે બાળપણમાં લલિતને બાળ હનુમાનનું સ્વરૂપ માનીને ગામ લોકો તેની પૂજા કરતા હતા.

લલિતના ચહેરાને જોઈને બાળકો પણ ડરી જાય છે. તેનો દેખાવ સામાન્ય માણસ કરતા ઘણો અલગ દેખાય છે. તેના હાથ, પગ કે શરીરના તમામ ભાગો, ચહેરો પણ માણસ જેવો જ છે, પરંતુ ચહેરા પર ઉગેલા વાળ લલિતને એકદમ અલગ લુક આપે છે. તેના ચહેરા પર એટલા જાડા વાળ છે કે તે વરુ જેવો દેખાય છે. ચહેરો એટલો ભયાનક લાગે છે કે બાળકોને ડર લાગે છે કે તે તેમને કરડી શકે.

ચહેરા પરના વાળના કારણે લલિતને ખાવામાં ઘણી તકલીફ પડે છે. કારણ કે ખોરાક ખાતી વખતે તેના મોંમાં વાળ આવે છે. હાલમાં તેના રોગ માટે ડોકટરો દ્વારા કોઈ ઈલાજ આપવામાં આવ્યો નથી. વડોદરાના એક તબીબે 21 વર્ષના થયા બાદ પ્લાસ્ટિક સર્જરી કરવાનું કહ્યું છે. તેથી જ હવે લલિત તેના 21 વર્ષની ઉંમર થવાની રાહ જોઈ રહ્યો છે.

Niraj Patel