ગોરી દુલ્હન દેશી છોકરા સાથે લગ્ન કરવા માટે ભારત આવી, લોકડાઉનમાં પણ કોર્ટ ખોલી રાત્રે 8 વાગે બંનેના કરાવવામાં આવ્યા લગ્ન

ભૂરી દેશી છોકરા પાછળ થઇ દીવાની, લોકડાઉનમાં પણ કોર્ટ ખોલી રાત્રે 8 વાગે બંનેના કરાવવામાં આવ્યા લગ્ન

કોરોના વાયરસના કારણે ઘણા લોકોના લગ્ન અટકી પડ્યા હોવાની ખબરો આવી છે, વળી લગ્નો થયા તો પણ તેમાં ગણ્યા ગાંઠ્યા લોકો જ હાજર રહી શક્યા, કોરોનાના કારણે ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ આ દરમિયાન એક દેશી છોકરા સાથે લગ્ન કરવા માટે એક કન્યા મેક્સિકોથી આવી અને લોકડાઉનમાં પણ કોર્ટ ખોલી રાત્રે 8 વાગે બંનેના લગ્ન સંપન્ન કરવામાં આવ્યા.

પ્રાપ્ત માહતી અનુસાર હરિયાણાના એક યુવકને મેક્સિકોની યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો, જેના બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. લગ્ન કરવા માટે યુવતી મેક્સિકોથી ભારત આવી અને બંનેએ સ્પેશિયલ મેરીજ એક્ટ અંતર્ગત લગ્ન કરવા માટેનું આવેદન કર્યું. પરંતુ આ દરમિયાન કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં તેમના લગ્ન પણ અટકી ગયા.

નિરંજન કશ્યપ નામના આ વ્યક્તિને ઓનલાઇન લેન્ગવેજ લર્નિંગ એપ દ્વારા મેક્સિકોની ડેના જોહરી સાથે વાતચીત થઇ. આ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. ડેના 2017માં નિરંજનને મળવા માટે ભારત આવી હતી અને ત્યારે નિર્જનના પરિવાર સાથે પણ તેને મુલાકાત કરી હતી.

ડેનાના જણાવ્યા અનુસાર તે 2017માં ભારત આવી હતી અને ત્યારે તેને વર્ષ 2018માં નિરંજન સાથે સગાઈ કરી લીધી હતી. આ વર્ષે તે નિરંજન સાથે લગ્ન કરવા માટે આવી હતી પરંતુ લોકડાઉનના કારણે તેમના લગ્ન નહોતા થઇ શક્યા.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ડેના તેની માતા સાથે ભારત આવી હતી. ભારત આવીને તેને ફેબ્રુઆરી મહિનામાં સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન માટે આવેદન કર્યું હતું. અને આ લગ્ન એક્ટ અંતર્ગત 30 દિવસની નોટિસ આપવામાં આવી હતી. પરંતુ લોકડાઉનના કારણે તેમના લગ્ન થઇ શક્યા નહોતા.

નિરંજને જણાવ્યું કે 30 દિવસનો નોટિસ પિરિયડ પૂર્ણ થવા આવ્યો હતો એવામાં અમે લોકોએ જિલ્લાધિકારીને આવેદન કર્યું અને તેમની મદદથી અમારા લગ્ન સંપન્ન થઇ શક્યા. આ બંનેના લગ્ન કરાવનાર વકીલે જણાવ્યું કે તે બંને મારી પાસે આવ્યા હતા.

છોકરી મેક્સિકોની હોવાના કારણે લગ્ન સ્પેશિયલ એક્ટ અંતર્ગત થઇ શકે તેમ હતા. અમે જિલ્લાધિકારી પાસે ગયા અને તેમને મેક્સિકો એમ્બેસીનો સંપર્ક કરી અને એનઓસી લીધી. જેના બાદ તેમના લગ્ન કરાવવામાં આવ્યા.

નિરંજન અને ડેનાના લગ્ન રાત્રે 8 વાગે કરવામાં આવ્યા. એનઓસી મળ્યા બાદ જિલ્લાધિકારીના આદેશ ઉપર કોર્ટ ખોલવામાં આવી અને 13 એપ્રિલ રાત્રે 8 વાગે બંનેના લગ્ન સંપન્ન થયા. લોકડાઉનની મુદ્દત વધવાના કારણે ડેના ભારતમાં જ રોકાઈ હતી.

Niraj Patel