80 કલાક બાદ બોરવેલમાંથી બહાર બાદ 8 વર્ષનો તન્મય બહાર નીકળ્યો તો જોઈને માં-બાપ ધ્રુસકે ધ્રુસકે રડવા મંડ્યા

નાના બાળકો ભગવાનનું રૂપ હોય છે, પરંતુ તેમને સાચવવા ઘણીવાર મુશ્કેલ પણ બની જાય છે. ઘણીવાર બાળકો રમત રમતમાં એવા કામ કરી લેતા હોય છે જેના કારણે અકસ્માત પણ સર્જાતો હોય છે અને ઘણા બાળકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં 8 વર્ષનો માસુમ તન્મય બોરવેલમાં પડી ગયો હતો, જેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ કરવામાં આવ્યું, પરંતુ 80 કલાક બાદ તેની લાશ બહાર આવી હતી.

રડાવી દેનારી આ ઘટના સામે આવી છે મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લામાંથી. જ્યાં 8 વર્ષનો તન્મય સાહુ 400 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. તમામ પ્રયત્નો છતાં પણ તેને બચાવી ના શકાયો. આજે શનિવારના રોજ સવારે લગભગ 84 કલાકની મહેનત બાદ તેની લાશને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. બાળકના શબને બહાર કાઢ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જ્યાં પાંચ ડોકટરોની ટીમે તેનું પોસ્ટ મોર્ટમ કર્યું અને પછી પરિવારજનોને શબ સોંપવામાં આવ્યું.

તન્મયના પરિવારજનો તેના અંતિમ સંસ્કાર તેમના ગામમાં જ કરવા માંગતા હતા જેના કારણે તે શબ લઈને ગામ જવા માટે રવાના થયા. કલાકો સુધી તન્મય હેમખેમ બહાર નીકળે તેના માટેની લોકો પ્રાર્થના કરતા રહ્યા, પરંતુ આખરે તેની નિધન થતા જ ગામમાં પણ માતમ પ્રસરી ગયો હતો. તન્મયને બહાર કડવા માટે બચાવ કાર્યમાં આસપાસના 4 ગામોના લોકો પણ જોડાઈ ગયા હતા, પરંતુ જેવી તન્મયની લાશ નીકળી બધાની આંખોમાં આંસુઓ આવી ગયા.

તન્મયના નિધન પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારના લોકોને 4 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. ઘટના વિશે જણાવીએ તો ગત મંગળવાર સાંજે બાળક પોતાના મિત્રો સાથે રમતો હતો. ત્યારે જ તે પાડોશમાં રહેલા ખુલ્લા બોરવેલ્મા પડી ગયો, જેના એક કલાક બાદ જ જિલ્લા પ્રસાશન દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ બોરવેલમાં પાણી હોવાના કારણે અને તેના પાંસળીઓમાં ઇજા થવાના અકરને તેને બચાવવી ના શકાયો.

Niraj Patel