કેનેડામાં અભ્યાસ કરી રહેલા ગુજરાતી યુવકનું થયું દુઃખદ મોત, કારણ જાણીને હેરાન રહી જશો, મૃતદેહ ભારત લાવવા માટે હવે…

ગુજરાતમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ અર્થે જતા હોય છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓની પહેલી પસંદ તરીકે અમેરિકા, કેનેડા, લંડન અને ઓસ્ટ્રેલિયા હોય છે. ત્યારે વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે જેને લઈને ભારતમાં બેઠેલા વાલીઓ પણ ચિંતામાં મુકાઈ જતા હોય છે. હાલ એવી જ એક ઘટના કૅનૅડામાંથી સામે આવી છે, જ્યાં અભ્યાસ કરવા માટે ગયેલા એક યુવકનું મોત થયું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સુરેન્દ્રનગરના વતની અને આણંદ જિલ્લાના બોરસદમાં સ્થાયી થેયલા એક પરિવારનો લાડલો દીકરો કર્મીતસિંહ પરિવાર અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે કેનેડા અભ્યાસ માટે ગયો હતો. જ્યાં તેને બ્રેઈન સ્ટોક આવતા તેનું નિધન થયું છે. પોતાના વ્હાલસોયા દીકરાના નિધનથી પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે.

(પ્રતીકાત્મક તસવીર)

દીકરાના અકાળે નિધનથી પરિવાર પણ હાલ આઘાતમાં છે ત્યારે બીજી તરફ હવે દીકરાના પાર્થિવ દેહને કેનેડાથી પાછો લાવવા માટે સરકારને મદદ માટે અપીલ કરી છે. કર્મીતસિંહનો પરિવાર હવે મૃત દીકરાનું મોઢું છેલ્લીવાર જોવા ઈચ્છે છે, અને તેના કારણે જ તેમને વિદેશ મંત્રી પાસે દીકરાના પાર્થિવદેહને ભારત લાવવા માટે મદદ માંગી છે.

(પ્રતીકાત્મક તસવીર)

ત્યારે આ સમગ્ર ઘટના અંગે વિદેશમંત્રી એસ જયશંકરે પણ પરિવારે આશ્વાસન આપ્યું છે. હાલ પરિવારમાં ઊંડો શોક હોવાના કારણે વિદેશમંત્રીના આ આશ્વાસનના કારણે તેમને એક આશા બંધાઈ છે કે દીકરાનો ચહેરો તે છેલ્લીવાર જોઈ શકશે. તમને જણાવી દઈએ કે કર્મીતસિંહ ઝાળ કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો અને ત્યાં બ્રેઈન સ્ટોકના કારણે તેનું મોત નીપજ્યું છે.

Niraj Patel