બોની કપૂરે રાખ્યો અમેરિકી જીજી હદીદની એવા અંગ પર હાથ રાખ્યો કે ભડકેલા ટ્રોલર્સ બોલ્યા- હવે એ ક્યારેય બીજીવાર ઇન્ડિયા નહિ આવે

દેશ-દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર છેલ્લા કેટલાક દિવસોમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેંટરની ગ્રેંડ ઓપનિંગને લઇને ઘણી ચર્ચામાં રહ્યા. આ ગ્રેંડ ઇવેન્ટમાં માત્ર બોલિવુડની જ હસ્તિતીઓ નહિ પણ હોલિવુડના સ્ટાર્સ અને વેપારી જગતની હસ્તિઓ સહિત રાજનેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઇવેન્ટમાં હોલિવુડ એક્ટ્રેસ જીજી હદીદ પણ ઉપસ્થિત રહી હતી, અને તેણે અહીં ખૂબ એન્જોય પણ કર્યુ હતુ.

ત્યાં આ ઇવેન્ટમાંથી ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે જીજી હદીદની એક તસવીર વાયરલ થઈ, જેને લઇને લોકો બોની કપૂરને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે બોની કપૂર જીજી હદીદની કમર પર હાથ રાખીને પોઝ આપી રહ્યા છે. જ્યારે ગીગીનું ધ્યાન કેમેરા તરફ છે, ત્યારે બોની કપૂર જીજીના ચહેરા તરફ જોઈ રહ્યા છે. જીજીની કમર પર હાથ રાખીને પોઝ આપવા બદલ લોકોએ બોની કપૂરને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

બોની કપૂરની આ તસવીર જોઈને લોકો કહી રહ્યા છે કે જીજી હદીદ આવી હરકતો બાદ હવે ક્યારેય બીજીવાર ભારત નહીં આવે. ટ્વિટર પર ફોટો શેર કરીને લોકો બોની કપૂરની ક્લાસ લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઓપનિંગ સેરેમનીમાં વરુણ ધવને જીજી હદીદને ખોળામાં લઈને ડાન્સ કર્યો હતો અને કિસ પણ કરી હતી, જે બાદ લોકોએ વરુણ ધવનને આના પર ખૂબ ટ્રોલ પણ કર્યો હતો.

જો કે, વરુણ ધવને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ પણ આપ્યો અને કહ્યું કે આ બધું એક પ્લાન હતું, તમે કોઈ અન્ય મુદ્દો શોધો. એક્ટર બોની કપૂરની વાત કરીએ તો, તેમણે તાજેતરમાં જ એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું છે. તે છેલ્લે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર તુ જૂઠી મેં મક્કરમાં રણબીર કપૂરના પિતાના રોલમાં જોવા મળ્યા હતા.

Shah Jina