5-5 લગ્ન કરવા છત્તાં પણ એકલી રહી ગઇ હતી આ અભિનેત્રી, દાનની રકમથી કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

2 દેશ, 2 ધર્મ અને 5 લગ્ન કર્યા તો પણ ખરાબ હાલત થઇ, પાકિસ્તાનમાં રહેવા ભારતીય પતિને તરછોડી દીધો- વાંચો આ અભિનેત્રીની જોરદાર કહાની

વર્ષ 1949માં એક ફિલ્મ આવી હતી, નામ હતુ ‘એક થી લડકી’. ફિલ્મ બધાને ઘણી પસંદ આવી હતી અને સાથે જ તેનું એક ગીત પણ ઘણુ પસંદ આવ્યુ, જેનું નામ હતુ ‘લારા લપ્પા લારા લપ્પા લાઇ રખદા’. આ ગીત અભિનેત્રી મીના શૌરી પર ફિલ્માવવામાં આવ્યુ હતુ. એ જ મીના શૌરી જે પાકિસ્તાનથી ભારત આવી તો હતી ઘર વસાવવાની તલાશમાં પણ કિસ્મત તેને બોલિવુડના ગલિયારાઓમાં લઇ આવી. રીપોર્ટ્સ અનુસાર, મીના શૌરીનો જન્મ બ્રિટિશ ઇન્ડિયાના રાયવિંડમાં થયો હતો. તેનું સાચું નામ ખુરશીદ બેગમ હતું. ખુર્શીદની મોટી બહેન લગ્ન પછી મુંબઈ આવી ગઈ હતી

અને તેણે જ ખુર્શીદને પોતાની પાસે બોલાવી, જેથી તે તેના માટે સારો સંબંધ જોઈ શકે. પરંતુ, ખુર્શીદના નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હતું. મુંબઈ આવ્યા પછી તેનું માત્ર નામ જ ન બદલાયું, પરંતુ તેનું આખું જીવન બદલાઈ ગયું. ખુર્શીદ બેગમનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. ચાર ભાઈ-બહેનોમાં તે બીજા નંબરની બહેન હતી. તે જમીનદાર પરિવારની હતી, પરંતુ જ્યારે તેના પિતાની તમામ મિલકત છીનવાઈ ગઈ ત્યારે કમાવાનું કોઈ સાધન નહોતું. આર્થિક તંગીમાં પિતા તેની પુત્રીઓ અને પત્નીને ખૂબ મારતા હતા.

પિતાએ ખુર્શીદની મોટી બહેન વઝીર બેગમના લગ્ન એક વસાહતી છોકરા સાથે કરાવ્યા અને લગ્ન પછી તે મુંબઈ આવી ગઈ. ખુર્શીદ માટે સારો સંબંધ શોધવાના આશયથી વઝીરે પોતે ખુર્શીદ અને તેની માતાને મુંબઈ બોલાવ્યા. એક દિવસ ખુર્શીદ બેગમની બહેન અને જીજાજી તેને એક ફિલ્મના મુહૂર્તમાં લઈ ગયા. સોહરાબ મોદીની ફિલ્મ ‘સિકંદર’ માટે આ મુહૂર્ત હતું. ખુર્શીદ બેગમ ખૂબ જ સુંદર હતી. તે સોહરાબ મોદીને એટલી ગમી ગઈ કે તેમણે તેને પોતાની ફિલ્મની નાયિકા બનાવી અને તેને ‘સિકંદર’માં તક્ષશિલા રાજાની બહેન અંબીની ભૂમિકા આપી

અને ખુર્શીદ બેગમને નવું નામ પણ આપ્યું. આ પછી તેનું નામ મીના રાખવામાં આવ્યું અને સાથે કરાર પણ કર્યો હતો. આ વાત 1941ની છે. જ્યારે ‘સિકંદર’ સફળ થઈ, ત્યારે મીનાને ‘શાલીમાર’ અને મહેબૂબ ખાનની ‘હુમાયુ’માં કામ કરવાની ઑફર કરવામાં આવી. આ સિવાય તેને બીજી ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી. ગરીબીથી પીડિત ખુર્શીદના પરિવારના દિવસો ખીલવા લાગ્યા. પરંતુ, આ દરમિયાન મીનાને અચાનક એક નોટિસ મળી, જે સોહરાબ મોદીએ મોકલી હતી. જેમાં લખ્યું હતું કે મીનાએ તેની સાથે ત્રણ ફિલ્મો માટે કરાર કર્યો છે.

ત્યાં સુધી તે બીજી કોઈ ફિલ્મ સાઈન નહીં કરી શકે. મીનાએ કરારનો ભંગ કર્યો હોવાથી, ત્રણ લાખ રૂપિયા નુકસાની તરીકે ચૂકવો. મીનાને આઘાત લાગ્યો કારણ કે તેણે ત્રણ નહીં પણ એક ફિલ્મનો કરાર કર્યો હતો. તેણે મોદી પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. બાદમાં સોહરાબ મોદી અને તેની પત્ની સાથે વાત કર્યા બાદ મીનાએ વળતરની રકમ ઘટાડી અને અંતે તે 30,000 રૂપિયા નક્કી કરવામાં આવી, આ કરાર બાદ સોહરાબ મોદીએ મીનાને કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરી દીધી. આ દરમિયાન મીનાએ ત્રણ વાર લગ્ન કર્યા.

પ્રથમ નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા ઝહૂર રાજા, પછી અભિનેતા અલ નાસિર અને છેલ્લે રૂપ શોરી. બીજી બાજુ ભારત-પાકિસ્તાનના ભાગલાને કારણે, લાહોરમાં રૂપ શૌરીનો વ્યવસાય અટકી ગયો, તેથી તેઓ તેમની અધૂરી પંજાબી ફિલ્મ ‘ચમન’ લઈને મુંબઈ આવ્યા. અહીં તેણે મીનાના પૈસાથી ‘ચમન’ પૂરી કરી અને નવી ફિલ્મ ‘એક થી લડકી’ (1949)ની જાહેરાત કરી. આ ફિલ્મમાં મોતીલાલ અને મીનાની જોડી હતી. સંગીતકાર વિનોદ દ્વારા રચિત ‘લારા લપ્પા લારા લપ્પા…’ ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. મીના યુવા દિલોની ધડકન બની ગઈ.

લાહોરમાં મીનાની લોકપ્રિયતા જોઈને વર્ષ 1956માં એક પાકિસ્તાની નિર્માતા જેસી આનંદે શૌરી અને મીનાને ફિલ્મ ‘મિસ 56’ બનાવવાની ઓફર કરી. શૌરી ફિલ્મ પૂરી કરીને ભારત પરત ફર્યા, પરંતુ મીના આવી નહીં. રિપોર્ટ્સ અનુસાર, તેને ત્યાં લક્સ માટે એક જાહેરાત જોવા મળી. પાકિસ્તાનની પ્રથમ લક્સ ગર્લ બનેલી લારા લપ્પા ગર્લ પાકિસ્તાનમાં રહી. કહેવાય છે કે ત્યાં તેણે રઝા મીર અને અસદ બુખારી સાથે લગ્ન કર્યા હતા. આ રીતે મીનાના પાંચ લગ્ન થયા હતા. મીનાએ પાકિસ્તાનમાં રહેતા જે 29 ફિલ્મોમાં કામ કર્યુ તેમાંથી 11 ફિલ્મોમાં તે હિરોઈન હતી.

પરંતુ, પાછળથી મીના શૌરીના દિવસો બદલાઇ ગયા અને તે પાઈ-પાઈની મોહતાજ થઇ ગઈ. અહેવાલો અનુસાર, 1974-75 સુધી દોઢ દાયકા સુધી આર્થિક સંકટનો સામનો કર્યા બાદ મીનાએ 9 ફેબ્રુઆરી, 1989ના રોજ પાકિસ્તાનમાં અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા સમયમાં, તેની સાથે તેના પાંચમાંથી એક પણ પતિ નહોતો. અહેવાલો અનુસાર, ચંદો એકત્ર કરીને મીના શૌરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Shah Jina