લવ મેરેજમાં પણ બટકાઈ ગયા આ બોલિવુડ સ્ટાર્સ, 2 નંબર વાળીને તો અત્યારે નાના યુવક જોડે ચાલુ કર્યું ઇલુ ઇલુ તો પણ..જુઓ લિસ્ટ
એવું માનવામાં આવે છે કે, જોડી તો ઉપરવાા બનાવીને મોકલે છે. ભારતીય સંસ્કૃતિમાં લોકો લગ્નને ખૂબ જ અહેમ માને છે. કોઇ લોકો લવ મેરેજ કરીને તેમનો સંબંધ નિભાવે છે તો કોઇ અરેંજ્ડ મેરેજ કરીને સંબંધ નિભાવે છે. બસ ખાલી ફર્ક એટલો હોય છે કે લવ મેરેજમાં બંને લોકો લગ્ન પહેલા એકબીજાને ઘણી સારી રીતે સમજી ગયા હોય છે.
તો આજે જોઇએ બોલિવુડના એ સ્ટાર્સ વિશે જેમણે લવ મેરેજ કર્યા પરંતુ તેમનો સંબંધ વધારે સમય ટકી શક્યો નહિ.
1.સૈફ અલી ખાન અને અમૃતા સિંહ બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહ વચ્ચેનો સંબંધ કોઇનાથી છૂપો નથી. બંનેએ પરિવાર વિરૂદ્ધ જઇને વર્ષ 1991માં લગ્ન કર્યા હતા. તેઓ લગ્નના 13 વર્ષ બાદ અલગ થયા હતા. સૈફ અલી ખાન અને અમૃતા વચ્ચે પ્રેમ, ગ્લેમર અને સમજદારી હોવા છત્તાં તેમનો સંબંધ ટક્યો નહિ. વિદેશી ટ્રીપ દરમિયાન સૈફના જીવનમાં ઇટાલિયન મોડલ રોઝાની એન્ટ્રી થઇ.
રોઝા અને સૈફ અવાર-નવાર મીડિયાના કેમેરામાં કેદ થવા લાગ્યા. બંને મુંબઇમાં એકસાથે રહેવા લાગ્યા જે સૈખ અને અમૃતાના સંબંધ ખરાબ થવાનું કારણ બન્યા.
2.મલાઇકા અરોરા અને અરબાઝ ખાન મલાઇકા અરોરા અને અરબાઝ ખાન કયારેક બોલિવુડના ઈંસ્પિરેશન કપલ કહેવાતા હતા. બંને વચ્ચેનો પ્રેમ, બોન્ડિંગ, સમજ, એકબીજાને પ્રેમ કરવો વગેરે એકદમ પરફેક્ટ હતું.
અરબાઝ ખાન અને મલાઇકા અરોરાએ 12 ડિસેમ્બર 1998ના રોજ લન મેરેજ કર્યા હતા. બંને અલગ-અગલ ધર્મોના હોવા છત્તાં તેમણે એકબીજાનો હાથ પકડ્યો. જો કે, 11 મે 2017ના રોજ બંને અલગ થઇ ગયા. ફેન્સ તેમના અલગ થવાની ખબર પર ચોકી ગયા હતા.
3.હ્રિતિક રોશન અને સુઝૈન ખાન બોલિવુડના સૌથી પાવર કપલ રહી ચૂકેલા હ્રિતિક રોશન અને સુઝૈન ખાનની જયારે અલગ થવાની ખબરો આવી ત્યારે ફેન્સ દુખી થઇ ગયા હતા. બંનેએ 20 નવેમ્બર 2000માં લગ્ન કર્યા હતા. 1 નવેમ્બર 2014માં તે બંને અલગ થઇ ગયા.
4.કરીશ્મા કપૂર અને સંજય કપૂર સંજય કપૂર અને કરીશ્મા કપૂર બંને બાળપણના મિત્રો હતા, જેને કારણે આ મિત્રતા પ્રેમમાં પરીણમી. પરંતુ વર્ષ 2003માં બંને વચ્ચેના સંબંધ ખરાબ થવાની વાત સામે આવી તો કરિશ્મા કપૂરના ફેન્સ આ વાત સાંભળી ઘણા પરેશાન થઇ ગયા હતા. સાસરાવાળાના ખોટા વ્યવહારને કારણે લગ્નના કેટલાક વર્ષ બાદ તેઓ અલગ થઇ ગયા.
કરિશ્મા કપૂરે FIR નોંધાવી હતી, તેમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે, સંજયે એટલા માટે તેનાથી લગ્ન કર્યા હતા કારણ કે તે એ સમયે એક સક્સેસફુલ અભિનેત્રી હતી.