બોલિવુડના એ 12 સ્ટાર્સ કે જેમને લગ્ન પછી પ્રેમ થયો અને પ્રેમના ચક્કરમાં તો વસાયેલુ ઘર વિખેરાઇ ગયુ…

હ્રતિકથી લઇને સૈફ સુધી એ પરણિત સ્ટાર્સ, જેમના બીજા પ્રેમના ચક્કરમાં બરબાદીની કગાર પર પહોંચ્યુ વસાયેલુ ઘર

પ્રેમ ક્યારે અને ક્યાં અને કોની સાથે થઇ જાય તેની કોઈને ખબર જ રહેતી નથી. બોલિવુડમાં એકસ્ટ્રા મેરિટલ અફેર સામાન્ય વાત છે પરંતુ આજે અમે બોલીવુડના કેટલાક એવા પ્રેમ વિશે વાત કરી રહ્યા છીએ, જે લગ્ન કર્યા પછી થયા અને તેના કારણે કેટલાક ઘર તૂટી ગયા અને કેટલાક વેરવિખેર થઈ ગયા. જો કે, કેટલાક ઘર તો વિખેરાતા વિખેરાતા રહી પણ ગયા.

1.શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા : પ્રિયંકા ચોપરા સાથે શાહરૂખના લિંક-અપના સમાચારે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. જો કે, બંનેએ આ મુદ્દે ક્યારેય કંઇ જ કહ્યું ન હતું અને ચૂપચાપ આ આરોપોને ટાળી દીધા હતા. ઘણા ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો, તો ઘણી જગ્યાએ તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તેના જીવનમાં શાહરુખ માટે કોઈ સ્થાન નથી. મીડિયા રીપોર્ટ અનુસાર, આ અફવાઓને કારણે પ્રિયંકાને ગૌરી અને કરણ જોહર સાથે સારા સંબંધો નથી.

2.હૃતિક રોશન અને સુઝેન ખાન : બોલિવુડ અભિનેતા હૃતિક રોશન અને સુઝેન ખાને લગ્નના 17 વર્ષના સુખી જીવન પછી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણય ચાહકો માટે ઘણો આઘાતજનક હતો. જો કે, અહેવાલો હતા કે હૃતિકના તેના સહ કલાકારો સાથેના અફેરની અફવાઓએ તેમનું લગ્ન જીવન બરબાદ કરી દીધું હતું. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, અર્જુન રામપાલ સાથે સુઝેનની વધતી જતી નિકટતા પણ તેમના સંબંધો તૂટવાનું કારણ બન્યુ તેવી અફવાઓએ બજાર ગરમ કર્યુ હતું. જો કે, બંનેએ ક્યારેય કંઇ જ કહ્યું નથી અને જરૂર પડે ત્યારે તેઓ એકબીજા સાથે જોવા મળે છે.

3.સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા : 16 વર્ષની ડિમ્પલ કાપડિયાએ વર્ષ 1973માં ડેબ્યૂ ફિલ્મ ‘બોબી’થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી અને તે જ વર્ષે તે રાજેશ ખન્નાની પત્ની પણ બની હતી. 1983માં ‘બેતાબ’થી ડેબ્યૂ કર્યું હતું અને તેના આકર્ષક વ્યક્તિત્વને કારણે કેટલીક અભિનેત્રીઓ પણ દિલમાં વસવા લાગી હતી. ડિમ્પલ અને સનીની સિઝલિંગ જોડી ‘અર્જુન’, ‘મંઝીલ મંઝીલ’, ‘આગ કા ગોલા’, ‘ગુનાહ’ અને ‘નરસિમ્હા’ જેવી ફિલ્મો સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. તે બંનેના અફેરની અફવાઓ પણ ઉડી હતી. કહેવાય છે કે આ પછી જ અભિનેત્રી રાજેશ ખન્નાથી અલગ રહેવા લાગી હતી. કહેવાય છે કે આ અફેર 11 વર્ષ સુધી ચાલ્યું હતુ અને મીડિયામાં એવી પણ ચર્ચા હતી કે સની દેઓલની પત્ની પૂજાએ તેની સાથે આ સંબંધ ખત્મ કરવાની ધમકી પણ આપી હતી.

4.સંજય દત્ત અને માધુરી દીક્ષિત : બોલિવૂડમાં જ્યારે પણ અફેરની વાતોની ચર્ચા થાય છે ત્યારે એક નામ સંજય દત્ત અને માધુરી દીક્ષિતનું પણ આવે છે. સંજય દત્તે અભિનેત્રી રિચા શર્મા સાથે લગ્ન કર્યા હતા. રિચાને મેગેઝીન પર જોઈને તેને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો અને પછી કોઈક રીતે તેને અને તેના પરિવારને લગ્ન માટે તૈયાર કર્યા હતા. બંનેએ 1987માં લગ્ન કર્યા હતા. 1991માં આવેલી ફિલ્મ સાજન દરમિયાન સંજય અને માધુરીના અફેરની અફવાઓ રિચા સુધી પહોંચી ત્યારે તેમના લગ્ન જીવનમાં વસ્તુઓ ખરાબ થવા લાગી. ત્યારે રિચાને કેન્સર હોવાની વાત સામે આવી અને તે યુએસમાં સારવાર લઈ રહી હતી. માધુરી દીક્ષિતની વાત કરીએ તો, તેણે વર્ષ 1999માં અમેરિકન ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા.

5.રોહિત શેટ્ટી અને પ્રાચી દેસાઈ : બોલિવૂડના લોકપ્રિય નિર્દેશક રોહિત શેટ્ટીએ વર્ષ 2005માં માયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2012માં પણ રોહિતના અફેરની અફવાઓ ઉડી હતી. એવી ચર્ચા હતી કે રોહિત અને પ્રાચી દેસાઈ ફિલ્મ ‘બોલ બચ્ચન’ના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. જો કે, એવું કહેવાય છે કે તેમણે સમયસર તેનું લગ્નજીવન સંભાળી લીધુ અને પ્રાચીથી અલગ થઇ ગયા.

6.શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પહેલાથી જ પરણીત હતા. રિપોર્ટ્સ અનુસાર, ‘બિગ બ્રધર’ જીત્યા બાદ રાજ શિલ્પાને મળ્યા ત્યારે તેમનું 3 વર્ષનું લગ્નજીવન બગડી ગયું હતું. તેની પત્ની શિલ્પાને ઘર તૂટવા માટે જવાબદાર માને છે.

7.સૈફ અલી ખાન અને અમૃતા સિંહ : સૈફ અલી ખાને વર્ષ 1991માં પોતાનાથી 13 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા, પરંતુ તે પછી સૈફના જીવનમાં ઈટાલિયન મોડલ રોઝા આવી, જેની સાથે ઘણા વર્ષો સુધી સૈફનું અફેર રહ્યુ હતું. તેણે 2004માં અમૃતાથી છૂટાછેડા લીધા અને 2012માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેને બે બાળકો તૈમુર અને જહાંગીર છે.

8.આમિર ખાન અને કિરણ રાવ : આમિર ખાને વર્ષ 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા અને તે સમયે તેમની ઉંમર માત્ર 21 વર્ષની હતી. તેમને આ લગ્નથી, ઈરા અને જુનૈદ ખાન બે બાળકો પણ છે. 15 વર્ષ સુધી તેમનું લગ્ન જીવન સારું હતું કે અચાનક તેમના સંબંધો બગડવા લાગ્યા. ત્યારબાદ કિરણ રાવ સાથે આમિર ખાને લગ્ન કર્યા. આમિરને કિરણથી એક પુત્ર આઝાદ છે, જો કે, તે બંનેએ પણ લગ્નના ઘણા વર્ષો બાદ અલગ થવાનો નિર્ણય કર્યો.

9.જેકી શ્રોફ અને આયેશા શ્રોફ : જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ અને બોલિવૂડ એક્ટર સાહિલ ખાનના કથિત અફેરની પણ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા થઈ હતી. આ કહાનીની શરૂઆત વર્ષ 2009માં બંનેએ ખોલેલા પ્રોડક્શન હાઉસથી થઈ હતી. બંનેની આ ભાગીદારીએ વર્ષ 2014માં ખરાબ સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે આયેશાએ સાહિલ સામે કેસ કર્યો હતો. એવું કહેવાય છે કે આ પછી, અભિનેતાના વકીલે કોર્ટની સામે બંનેની કેટલીક અંતરંગ તસવીરો રજૂ કરી, જેમાં બંને આપત્તિજનક સ્થિતિમાં હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને વચ્ચે પ્રોફેશનલ કમિટમેન્ટ કરતાં વધુ બોન્ડિંગ હતું. જો કે, બાદમાં આયેશાએ પણ નિવેદન આપ્યું હતું કે તેઓ અફેર ન કરી શકે, કારણ કે સાહિલ ગે છે.

10.પ્રભુદેવા અને નયનતારા : પ્રભુદેવા અને નયનતારાની લવ સ્ટોરીએ પણ મીડિયામાં ઘણી હેડલાઇન્સ બનાવી હતી. એવી ચર્ચા હતી કે પ્રભુદેવા સાથે લગ્ન કરવા માટે તેમની પ્રથમ પત્નીએ નયનતારાને બોલાવીને સંમતિ માંગી હતી. પ્રભુદેવાના લગ્ન વર્ષ 1995માં થયા અને ત્યાર બાદ નયનતારા તેમના જીવનમાં આવી. વાત એટલી વધી ગઈ કે પ્રભુદેવાએ પોતાની પત્નીથી અલગ થવાનો નિર્ણય લીધો. જો કે, એવું કહેવાય છે કે લતાએ પોતાના લગ્નને બચાવવા માટે ઘણી કોશિશ કરી હતી. આ પહેલા લતા સમાધાનની અપીલ સાથે કોર્ટમાં પહોંચી હતી અને ધમકી પણ આપી હતી કે જો તેમની માંગ પુરી નહીં કરવામાં આવે તો તે ભૂખ હડતાલ પર પણ ઉતરશે.

11.શત્રુઘ્ન સિંહા અને રીના રોય : શત્રુઘ્ન સિંહાએ વર્ષ 1980માં અભિનેત્રી પૂનમ સાથે લગ્ન કર્યા હતા. પહેલા તો બંને પ્રેમમાં પડ્યા, પરંતુ બાદમાં તેમના માતા-પિતા પણ આ સંબંધ માટે રાજી થઈ ગયા. લગ્ન બાદ શત્રુઘ્ન સિન્હા અને રીના રોયના અફેરની ચર્ચા ઈન્ડસ્ટ્રીમાં ઘણી રહી હતી. એવું કહેવાય છે કે તેમનું અફેર લગભગ 7 વર્ષ સુધી ચાલ્યું અને પૂનમ તેના વિશે સાંભળીને ખૂબ જ દુઃખી થઈ ગઈ. જો કે, શત્રુઘ્ન સિન્હાએ પોતાના પરિવારના હિતમાં નિર્ણય લીધો અને સંબંધથી દૂરી કરી લીધી.

12.રાજ કપૂર : રાજ કપૂરે 1930માં કૃષ્ણા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. રાજ કપૂર અને નરગીસે ​​ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમના અફેરની વાતો પણ ઘણી ઉડી હતી. જો કે, રાજ તેમની પત્નીને છોડવા તૈયાર ન હતા તેથી અંતે નરગીસે ​​આ કહાનીનો અંત આણ્યો. જો કે, રાજ કપૂરના અફેરના કિસ્સાઓ બોલિવુડમાં ઘણા ચર્ચામાં રહ્યા હતા.

Shah Jina