સુરેન્દ્રનગર-બોટાદના મૃતકોના મૃતદેહો પહોંચ્યા વતન, પરિવારે મૂકી પોક…દ્રશ્યો જોઇ લોકોનું હૈયુ પણ ભરાઇ ગયુ- અંતિમ સંસ્કારમાં હિબકે ચઢ્યું આખું ગામ

Last rites Who died in Ahmedabad Accident : અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર 19 તારીખે મધરાતે એક ખૌફનાક દુર્ઘટના ઘટી, દેમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા હોવાની ખબર છે. ત્યારે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં ઘણા યુવાનો હતો. આ યુવાનોના મૃતદેહો તેમના વતન પહોંચતાની સાથે જ ખૂબ જ કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા.

મૃતકોમાં 3 યુવાનો બોટાદના હતા, જે અમદાવાદ ખાતે અભ્યાસ માટે આવ્યા હતા પણ તથ્ય પટેલે પોતાની જેગુઆરથી અનેક લોકોને અડફેટે લીધા અને તેને પગલે કેટલાક લોકોના મોત નિપજ્યા, જ્યારે કેટલાક લોકો ઘાયલ છે.


પરિવારજનોમાં ફરી વળ્યુ શોકનું મોજું

ત્યારે બોટાદના ત્રણ યુવાનોના મોતને પગલે તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ અને આ ત્રણમાંથી એકના અંતિમ સંસ્કાર તેના મૂળ વતન ચુડા પાસેના ચાસ્કા ગામે કરવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે બોટાદમાં રહેતા ત્રણ યુવાનોના મોત નિપજ્યા. આ ત્રણ યુવાનો અમદાવાદ ખાતે અભ્યાસ માટે આવ્યા હતા અને તથ્ય પટેલની જગુઆર કારનો ભોગ બન્યા

23 વર્ષિય કુણાલ કોડિયા કે જે મોરારી નગરમાં રહેતો હતો, તે બી.ડી.એના અભ્યાસ માટે અમદાવાદ આવ્યો હતો અને છેલ્લા 5 વર્ષથી અમદાવાદમાં જ રહેતો હતો. તે બે ભાઈઓ અને એક બહેનમાં બીજા નંબરનો છે.

બોટાદના 3 યુવાનો અભ્યાસ માટે આવ્યા હતા અમદાવાદ
કુણાલના પિતા મોટર રિવાઇન્ડિગની દુકાન ચલાવે છે. 21 વર્ષિય રોનક વિહલપરા છેલ્લા 2 વર્ષથી અમદાવાદમાં સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કરતો હતો, તે બે ભાઇઓમાં મોટો છે અને તેના પિતા પણ મોટર રિવાઇન્ડિગની દુકાન ચલાવે છે. અક્ષર ચાવડા એમ.બી.એના ફોર્મ ભરવા માટે ગયેલો હતો અને તે બી.ડી.એનો અભ્યાસ અમદાવાદ કરતો હતો. તેના પિતા ખેતીકામ કરે છે.

અક્ષર તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. ત્યારે તેના મોતને પગલે તેના પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, બોટાદના યુવાનોના અંતિમ સંસ્કારમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ દરમિયાન ઘણા જ હૈયુ ભરાઇ જાય એવા દ્રશ્યો સર્જાયા હતા.

જગુઆર કાર ભરખી ગઇ
જણાવી દઇએ કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર એક થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા તેને જોવા કેટલાક લોકોનું ટોળું ઉભું હતુ અને આ દરમિયાન જ નબીરા તથ્ય પટેલે પોતાની જેગુકાર કાર કે જે તેજ રફતાર હતી તે ટોળા પર ચઢાવી દીધી. આ દુર્ઘટનામાં પહેલા 9 લોકોના મોતની ખબર હતી જો કે તે બાદ ગઇકાલે મૃતકો 10 થયા હોવાનું સામે આવ્યુ. આ અકસ્માતમાં જે લોકોના મોત થયા છે, તેમાં પોલિસકર્મી અને હોમગાર્ડ જવાન પણ સામેલ છે. જ્યારે કેટલાક લોકોને નાની-મોટી ઇજાઓ થઇ છે.

Shah Jina