ફ્લાઈટમાં ડોન સ્ટાઈલમાં સિગરેટ ફૂંકતો ઝડપાયો આ ફેમસ યુટ્યુબર, વીડિયો સામે આવતા જ દાખલ થયો કેસ

ગુરુગ્રામનો રહેનારો ફેમસ યુટ્યુબર બોબી કટારીયા ,તત વિવાદોમાં ઘેરાતો જઈ રહ્યો છે. તેના ઘણા વિવાદિત વિડીયો સામે આવી ચુક્યા છે, જેના બાદ તેના પર કડક પગલાં પણ લેવામાં આવી ચુક્યા છે. એવામાં એકવાર ફરીથી બોબીનો વિવાદિત વિડીયો સામે આવ્યો છે જેમાં તે ફ્લાઈટની અંદર સિગરેટ ફૂંકતો જોવા મળી રહ્યો છે.

બોબીનો વીડિયો ઉત્તરાખંડના એક વિધાયકે શેર કર્યો છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીના મામલામાં ન્યુઝ એજન્સી એએનઆઇ અનુસાર, બોબીએ આ વર્ષે 23 જાન્યુઆરીના રોજ સ્પાઇસજેટની ફલાઇટમાં દુબઈથી દિલ્લીની યાત્રા કરી હતી જો કે હવે આ વિડીયો તેના ફેસબુક કે ઇન્સ્ટા પેજ પર ઉપલબ્ધ નથી.

વિમાનમાં ધુમ્રપાન કરતા બોબીના વાયરલ વીડિયો વિશે પૂછવા પર નાગરિક ઉડ્ડયન મંત્રી  જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે તેની તપાસ થઇ રહી છે, આવા પ્રકારનો વ્યવહાર માન્ય ગણવામાં આવશે નહીં.સ્પાઇસજેટ પ્રવક્તાએ આ બાબતે કહ્યું કે,”જાન્યુઆરી 2022માં આ મામલાની તપાસ કરવામાં આવી હતી,અને આ મામલામાં ગુરુગ્રામના ઉદ્યોગ વિહાર પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. વિડીયો દ્વારા જાણ થઇ હતી કે તે 20 જાન્યુઆરી 2022ના રોજ શૂટ કરવામાં આવ્યો હતો, અને તે દુબઈથી દિલ્લી ઉડાન ભરનારી ફ્લાઈટમાં સવાર હતો”.

આ બાબતે બોબીએ કહ્યું હતું કે તે એક ડમી પ્લેન હતું. તેણે દુબઈમાં એક શૂટિંગના સમયે આ એક્ટ કર્યું હતું, બોબીએ કહ્યું કે,”પ્લેનની અંદર સિગરેટ લઇ જવાની પરવાનગી નથી હોતી. હું બધાને પૂચવા માંગુ છું કે શું કોઈ લાઇટર લઈને પ્લેનમાં જઈ શકે ખરું? તે સ્કૅન દ્વારા ડિટેકટ થઇ જાય છે. આ વિડીયો 2019 કે 2020માં શૂટ કરવામાં આવ્યો હતો”.

તેના પહેલા બોબી રસ્તા વચ્ચે ખુલ્લેઆમ દારૂ પીતો પણ જોવા મળ્યો હતો, રસ્તા વચ્ચે ખુરશી નાખી તે દારૂ પીતો જોવા મળ્યો હતો. આ મામલામાં પણ ઉત્તરાખંડના ડીજીપીએ તપાસ માટેનો આદેશ આપ્યો હતો. આ બાબતમાં બોબીએ કહ્યું હતું કે તેણે આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવ્યો હતો, અને તે કેવી રીતે વાયરલ થયો તેના વિશે તેને કોઈ જ જાણકારી નથી.

 

View this post on Instagram

 

A post shared by Bobby Kataria (@katariabobby)

એવામાં આ સિગરેટ પીતો વીડિયો સામે આવ્યા બાદ લોકોનું માનવું છે કે તે કેસ દાખલ થવાને લીધે દુબઇ ભાગી રહ્યો છે. બોબીના ઇન્સ્ટા વીડિયો પર લોકો હંમેશા તેને નિશાનો બનાવતા રહે છે. એક યુઝરે લખ્યું કે,”‘તે દુબઇ ભાગી રહ્યો છે કેમ કે તેના પર કેસ દાખલ થયો છે’, અન્ય એકે લખ્યું કે,”અરે ભાઈ…આવી ગયો સ્વાદ”, અન્ય એકે લખ્યું કે,”આ આપણા ફિટનેસ ઇન્ફ્લુએન્સર છે, પ્લેનમાં સિગરેટ ફૂંકી રહ્યા છે”.

અન્ય એક વીડિયોમાં બોબી ખુલ્લેઆમ હથિયારો લઈને ફરતો પણ જોવા મળ્યો હતો. બોબી એક યુટ્યુબર છે અને તે હંમેશા પોતાના આવા વિવાદિત વીડિયોને લઈને લોકોના નિશાના પર આવતો રહે છે. બોબી સોશિયલ મીડિયા પર પોતાને સેલિબ્રિટીના સ્વરૂપે પેશ કરે છે. ફેસબુક પર તેના 8 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે અને ઇન્સ્ટા પર તેના 6 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે અને તેના બંને એકાઉન્ટ વેરીફાઈડ છે.

Krishna Patel