અમદાવાદ : બોર્ડની ચાલુ પરિક્ષામાં અમન માથુ રાખી બેન્ચ પર સૂઇ ગયો હતો, CCTV ફુટેજ આવ્યા સામે

હાલમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઇ છે. સોમવારના રોજ પરિક્ષાના પહેલા જ દિવસે ખૂબ જ કરુણ ઘટના બની હતી. ધોરણ 12 કોમર્સની પરિક્ષા આપવા ગયેલ અમનની તબિયત ક્લાસમાં જ બગડી હતી. જયારે વિદ્યાર્થીઓ પેપર લખી રહ્યા હતા ત્યારે તે બેન્ચ પર માથુ નાખી સૂઇ રહ્યો હતો. આ ઘટનાના હાલ CCTV ફુટેજ સામે આવ્યા છે. ધોરણ 12ની પરિક્ષા બપોરે 3 વાગ્યે શરૂ થઇ ત્યારે અમદાવાદના રખિયાલમાં શેઠ સીએલ હાઇસ્કૂલ આવેલી છે તેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરિક્ષા આપવા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને આ પરિક્ષા આપવા માટે અમન પણ આવ્યો હતો.

બધા વિદ્યાર્થીઓ પેપર લખી રહ્યા હતા પરંતુ અમનની સ્થિતિ બરાબર ન હતી, CCTV ફુટેજ જોઇને લાગી રહ્યુ છે કે તેની તબિયત બરાબર ન હતી અને તે બેન્ચ પર માથુ નાખી સૂઇ રહ્યો હતો. જયારે સુપરવાઇઝરનું અમન પર ધ્યાન ગયુ ત્યારે તેમણે અમનની તબિયત વિશે પૂછ્યુ અને બાદમાં અચાનક અમનને છાતીમાં દુખાવો થયો અને વોમિટિંગ પણ થઇ. આ ઘટનાના પગલે તાત્કિાલિક 108 બોલાવવામાં આવી હતી. જે બાદ તેનું BP 108માં ચેક કરવામાં આવ્યુ અને તેને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ સરસપુર મોકલવામાં આવ્યો.

આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરાતા તેઓ તરત હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં તેની સ્થિતિ ગંભીર થતા તેને વેન્ટીલેટર પર પણ રાખવામાં આવ્યો હતો. જે બાદ ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દિવ્યભાસ્કરના રીપોર્ટ અનુસાર, ઇકબાલ શેખ સ્થાનિક કોર્પોરેટરે જણાવ્યુ કે, તેઓને ઘટનાની જાણ થતા તાત્કાલિક તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.

વિદ્યાર્થીને પહેલાથી એક કિડની હતી. જો કે, તેની હાલત પહેલાથી સારી જ હતી. જયારે તે પરિક્ષા આપવા આવ્યો ત્યારે તેની તબિયત લથડી અને તે બાદ સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયુ. મૃતકનું નામ અમન આરીફ શેખ હતુ તે ગોમતીપુરનો રહેવાસી હતો.

Shah Jina