ભારતની અંદર BMWએ લોન્ચ કરી 24 લાખ રૂપિયાની બાઈક, જાણો એવું તો શું છે તેની અંદર ખાસ

આપણા દેશની અંદર બાઇકના ઘણા બધા લોકો દીવાના હોય છે, લોકોને રેસર્સ અને સ્પોર્ટ્સ બાઈક ખુબ જ પસંદ આવે છે, ત્યારે ઝડપ, કમ્ફર્ટ, અને લગ્જરીના ચાહકો માટે BMW Motorrad દ્વારા પોતાની નવી બાઈક BMW R 18 ભારતની અંદર લોન્ચ કરી દેવામાં આવી છે.

Image Source

જર્મન કંપની બીએમડબ્લ્યુ સપ્ટેમ્બર 2020માં R18 cruiserનું સ્ટેન્ડર્ડ અને ફ્ર્ટ્સ એડિશન વીરિઅન્ટ લોન્ચ કર્યું હતું જેની કિંમત 18.90 લાખ રૂપિયા અને 21.90 લાખ રૂપિયા એક્સ શોરૂમ પ્રાઈઝ હતી.

તો આજે મંગળવારના રોજ કંપની દ્વારા BMW R 18 Classic cruiser બાઈક લોન્ચ કરવામાં આવી જેની ભારતની અંદર એક્સ શોરૂમ કિંમત 24 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. BMW R 18 Classic cruiser હેરિટેજ રેન્જમાં હવે આ બ્રાન્ડની બીજી મોટરસાઇકલ છે.

Image Source

R18 Classic cruiserમાં તમને ત્રણ રાઈડ મોડ મળશે. રેઇન, રોલ અને રોક. બધા જ મોડના અલગ અલગ ફીચર્સ છે. જેમ કે રેઈન મોડની અંદર બાઈક રોડ ઉપર લપસી નહીં જાય, રોડ ઉપર તે ચોંટીને જ ચાલશે જયારે રોલ મોડમાં બાઈક એન્જીન વધારે તાકાત આપશે અને તે તમને એક આદર્શ પર્ફોમન્સ આપશે. રોક મોડની અંદર બાઈકની અંદર તમને વધારે પાવરનો અનુભવ થશે.

Image Source

R18 Classic cruiseની અંદર તમને ABS મળશે. જો આ બાઇકના એન્જીનની વાત કરવામાં આવે તો તેમાં નવું air/oil-cooled બે સિલેન્ડર વાળું બોક્સર એન્જીન છે. જે બીએમડબ્લ્યુના સૌથી તાકાતવર એન્જીનમાં એક છે. આ બાઈકનું એન્જીન 1802 સીસીનું છે. જે સામાન્ય રીતે ભારતની કોઈ SUVમાં પણ નથી હોતું. તે 91hp પાવર જનરેટ કરે છે અને 158Nmનો ટૉર્ક જનરેટ કરે છે.

આ નવા R18 Classic cruiser મોટરસાઇકલનું બુકીંગ બધા જ BMW Motorrad શોરૂમમાંથી કરી શકાય છે. ક્રુઝરને CBU (Completely Built Unit) દ્વારા ભારતમાં ઈમ્પોર્ટ કરવામાં આવશે. બાઈકની ડિલિવરી પણ જલ્દી જ શરૂ કરવામાં આવશે.

Niraj Patel