એક તરફ માલદીવનો વિરોધ ચાલી રહ્યો છે અને બીજી તરફ બોલીવુડની આ હસીનાએ પોતાના પતિ સાથે માલદીવમાં ઉજવ્યો જન્મ દિવસ, લોકો ભરાયા ગુસ્સે

આખો દેશ બોયકોટ કરી રહ્યો છે અને બીજી તરફ બિપાશા નીકળી ગઈ માલદીવ, સોશિયલ મીડિયા પર લાગી રહ્યા છે ક્લાસ, તસવીરો પર યુઝર્સનો ફૂટ્યો ગુસ્સો

Bipasha Basu Maldives Controversy : હાલ દેશભરમાં માલદીવને લઈને મોટો વિવાદ જોવા મળી રહ્યો છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી બાદ હવે માલદીવ આર્થિક મોરચે પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. માલદીવમાં ચીન તરફી વલણ ધરાવતી મોહમ્મદ મુઈઝુ સરકારના મંત્રીઓના ભારત અને PM મોદી વિરોધી નિવેદનોના કારણે ભારતીયોએ બોયકોટ માલદિવ્સ અભિયાન ચલાવ્યું છે, જેનાથી પ્રવાસન પર આધારિત દેશને ભારતના બહિષ્કારથી મોટો ફટકો પડવાની સંભાવના છે.

માલદીવમાં ઉજવ્યો જન્મ દિવસ :

માલદિવ્સ ફરવા જતા ભારતીયોએ 10 હજાર હોટેલ બુકિંગ અને 5 હજાર ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરાવી માલદિવ્સને મોટો ઝટકો આપ્યો છે. ત્યારે આ બધા વચ્ચે એક ખબરે ફરીથી ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે. બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી બિપાશા બસુ પોતાનો જન્મ દિવસ માલદીવમાં મનાવી રહી છે, જેની તસવીરો અને વીડિયો સામે આવતા જ ભારે હોબાળો પણ મચી ગયો છે. તેનું માલદીવ જવું ચાહકોને પસંદ નથી આવી રહ્યું. આવી સ્થિતિમાં તે હવે ટ્રોલનો શિકાર બની છે.

પતિ અને દીકરી સાથે વીડિયો કર્યા શેર :

બિપાશા બસુ પોતાનો જન્મદિવસ ઉજવવા માલદીવ ગઈ હતી. અભિનેત્રીએ તેનો ખાસ દિવસ તેના પતિ કરણ સિંહ ગ્રોવર અને પુત્રી દેવી સાથે ઉજવ્યો હતો. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર વેકેશનના ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે. પરંતુ તેના ચાહકોને અભિનેત્રીની વેકેશનની તસવીરો પસંદ ન આવી. સોશિયલ મીડિયા પર યૂઝર્સ એક્ટ્રેસને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ બિપાશાને માલદીવને બદલે લક્ષદ્વીપ જવાની સલાહ આપી રહ્યા છે.

ચાહકોએ લીધી આડેહાથ :

એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે તમને ખબર હોવી જોઈએ કે દેશમાં શું ચાલી રહ્યું છે. અન્ય એક યુઝરે લખ્યું, માલદીવનો બહિષ્કાર કરો. જ્યારે કેટલાક યુઝર્સે અભિનેત્રીને કહ્યું કે શરમ કરો, આત્મસન્માન પહેલા આવે છે. તમને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં માલદીવનો બૉયકોટ ટ્રેન્ડ કરી રહ્યો છે. તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી હતી. જ્યાં તેમણે લક્ષદ્વીપના પ્રવાસનને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. જે બાદ માલદીવના ત્રણ નેતાઓએ વડાપ્રધાનની તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)

Niraj Patel