43 વર્ષની ઉંમરે બિપાશા બસુ બની માં, આપ્યો બાળકને જન્મ, પહેલી ઝલક કરી શેર- જાણો દીકરી આવી કે દીકરો

હાલ તો બોલિવુડના ગલિયારાઓમાંથી ખુશખબરીઓ સામે આવી રહે છે, 6 નવેમ્બરના રોજ આલિયા ભટ્ટ, પછી ટીવી એક્ટ્રેસ દેબિના બેનર્જી અને હવે બોલિવુડ અભિનેત્રી બિપાશા બસુ માતા બની ગઇ છે. ત્રણેય અભિનેત્રીઓના ઘરે લક્ષ્મીજી અવતર્યા છે. અભિનેત્રીએ 12 નવેમ્બરના રોજ લિટલ પ્રિન્સેસને જન્મ આપ્યો છે. કરણ સિંહ ગ્રોવર અને બિપાશા લાંબા સમયથી આ મોમેન્ટની રાહ જોઇ રહ્યા હતા. બંને તેમના બેબીને લઇને ઘણા એક્સાઇટેડ હતા. આખરે લગ્નના 6 વર્ષ બાદ કપલની રાહ ખત્મ થઇ છે. બિપાશાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની પુત્રીના આગમનની સત્તાવાર જાહેરાત કરી છે.

પોસ્ટ શેર કરતા બિપાશાએ લખ્યું- ‘દેવી બાસુ સિંહ ગ્રોવર અમારા પ્રેમ અને માતાના આશીર્વાદની અમારા ઘરમાં એક પવિત્ર અત્મા છે’.બાળકના જન્મ પહેલા જ બિપાશાએ બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે ઈચ્છે છે કે તેના ઘરે બાળકીનો જન્મ થાય. મીડિયા સાથે વાત કરતા બિપાશાએ કહ્યું- ‘જ્યારે પણ બાળકની વાત આવે ત્યારે તે અને કરણ હંમેશા ઈચ્છતા હતા કે ઘરે દીકરીનો જન્મ થાય. એટલું જ નહીં, અમે અમારી બેબીને શી કહીએ છીએ.બિપાશા બાસુએ આ વર્ષે ઓગસ્ટમાં પોતાની પ્રેગ્નેંસીની જાણકારી શેર કરી હતી.

ત્યારપછી બિપાશાએ તેના પ્રેગ્નેંસીના દિવસોની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. બિપાશાએ ઘણા મેટરનિટી શૂટ કરાવ્યા છે, સાથે જ કપલે પ્રેગ્નેંસી ફેઝ દરમિયાનના ઘણા વીડિયો પણ શેર કર્યા છે, જેને યુઝર્સે પસંદ કર્યા છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન બિપાશાએ કહ્યું હતું કે તે અને કરણ કોવિડ પહેલા બાળકને જન્મ આપવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ પછી કોવિડના વધતા જતા કેસોને કારણે બંનેએ આ વિચાર પડતો મૂક્યો હતો.

આ પછી બંનેએ વર્ષ 2021માં ફરી પ્રયાસ કર્યો અને ત્યારબાદ અભિનેત્રી ગર્ભવતી થઈ. કરણે બિપાશા માટે ખાસ બેબી શાવરનું પણ આયોજન કર્યું હતું. આમાં ઘણા સેલેબ્સ અને પરિવારના સભ્યો સામેલ થયા હતા. બેબી શાવરના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ઉપરાંત પરંપરાગત બેબી શાવર પણ રાખવામાં આવ્યું હતું જે બંનેએ તેમના પરિવારના સભ્યો સાથે ઉજવ્યું હતું. તમને જણાવી દઈએ કે, બિપાશાની પ્રેગ્નંસીના સમાચાર ઘણા સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલા હતા.

જો કે, કપલે આ અંગે ક્યારેય પ્રતિક્રિયા આપી ન હતી. બિપાશા અને કરણના લગ્ન 30 એપ્રિલ 2016ના રોજ થયા હતા. કરણ અને બિપાશા ‘અલોન’ના સેટ પર મળ્યા હતા. થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ આખરે કરણ અને વિપાશાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. જણાવી દઈએ કે બિપાશા કરણની ત્રીજી પત્ની છે, આ પહેલા કરણે ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટ અને શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંને લગ્ન થોડા સમય સુધી જ ટકી શક્યા.

Shah Jina