24 કલાક પાર્ટી…ઘરમાં માત્ર બિકિની વાળી છોકરીઓ….150 ખૂબસુરત છોકરીઓ સાથે આ અરબપતિએ પુલમાં સેલિબ્રેટ કર્યો બર્થ ડે

ઓસ્ટ્રેલિયન તમાકુ બિઝનેસ ટાયકૂન ટ્રેવર્સ બેયોન (Travers Beynon) તેની વાઇલ્ડ પાર્ટીઓ માટે જાણીતો છે. તેણે પોતાનો 50મો જન્મદિવસ એવી રીતે સેલિબ્રેટ કર્યો હતો કે કોઇ વિચારી પણ ન શકે. પોતાના બર્થ ડે પર તે 150 છોકરીઓ સાથે પૂલમાં એન્જોય કરતો જોવા મળ્યો હતો.

ટ્રેવર્સ પોતાને મશહૂર એડલ્ટ મેગેઝીન પ્લેબોયના ફાઉન્ડર હયુ હેફનરની તર્જ પર ધ કેન્ડીમેન કહે છે. બિલિયોનેર ટ્રેવર્સ બેયોન એક પરિણીત પુરુષ છે, પિતા છે, અને તમાકુનો બિઝનેસ ટાયકૂન છે. તે ખૂબ જ વૈભવી જીવન જીવે છે અને વાઇલ્ડ પાર્ટીઓ કરે છે. તે પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને તેની ગર્લફ્રેન્ડ સાથેના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે.

તેણે તેના બર્થ ડે પર તેના આલીશાન પેલેસ (કેન્ડી શોપ હવેલી) માં એક પૂલ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં તે તેની તમામ મહિલા મિત્રો સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. ટ્રેવર્સે જણાવ્યું હતુ કે પાર્ટી વહેલી સવારથી શરૂ થઈ હતી અને મોડી રાત સુધી ચાલુ હતી. આ બર્થ ડે પાર્ટીમાં તેની પત્ની, પુત્રી અને પુત્ર પણ સામેલ થયા હતા.

જો કે આ ઘણી જૂની વાત છે. ટ્રેવર્સ બેયોન કહે છે કે લોકો તેના વિશે શું વિચારે છે તેનો તેને ખ્યાલ છે. લોકો માને છે કે તે નકામી પાર્ટીઓ કરે છે. જો કે, મને ખ્યાલ છે કે મારું વ્યક્તિત્વ પ્લેબોય જેવું છે. કેન્ડી શોપ મેન્શનના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે અને આ સંખ્યા સતત વધી રહી છે.

ટ્રેવર્સે બે પ્રોપર્ટી મળાવી મેંશન બનાવ્યુ છે, જેમાં 15 બેડરૂમ અને 19 બાથરૂમ છે. છેલ્લા ઘણા વર્ષોથી અહીં સતત પાર્ટીઓ થતી રહે છે. જણાવી દઈએ કે તે દરરોજ 6 થી 7 લીટર પાણી પીવે છે. આ સાથે કરોડો રૂપિયાની કંપની ચલાવતો અરબપતિ બિઝનેસમેન દિવસમાં બે વખત વર્કઆઉટ કરે છે.

Shah Jina