24 હજાર કરોડના 66 વર્ષિય અબજોપતિને થયો 34 વર્ષની છોકરી સાથે પ્રેમ, હવે આ ઉંમરે બૈરાને છૂટાછેડા આપી કાઢી મુકશે, પ્રેમિકા સાથે કરશે લગ્ન

66 વર્ષના અબજોપતિ દાદા 34 વર્ષની કુંવારી કન્યા પટાવી ગયો, લોકોએ ગંદી રીતે ટ્રોલ કરી આ રૂપસુંદરીને…જુઓ તસવીરો

પ્રેમ વિશે ઘણી કહેવતો બનાવવામાં આવી છે. જેમ કે પ્રેમમાં વ્યક્તિ પાગલ થઈ જાય છે. પ્રેમમાં પડેલા લોકો પોતાનો જીવ આપતા પણ ડરતા નથી. જો કે, સો વાતની એક વાત એ છે કે જ્યારે પ્રેમનો તાવ ચઢે છે ત્યારે વ્યક્તિ પોતાનો રંગ, અમીર-ગરીબ, જાતિ-ધર્મ અને સામાજિક રૂઢિઓ બધુ જ બાજુ પર મૂકી દે છે. આવું જ કંઈક અમેરિકન અબજોપતિ અને વૃદ્ધ બિઝનેસમેન જોન પોલસન સાથે થયું,

જેને 66 વર્ષની ઉંમરે 32 વર્ષ નાની અને ખૂબ જ સુંદર ડાયટિશિયન એલિના સાથે પ્રેમ થયો. એલિના સાથેના પ્રેમમાં તેણે પોતાના 21 વર્ષ જૂના લગ્નને તોડવાનો નિર્ણય લીધો. તેમના લિવ-ઈન રિલેશનશિપના ખુલાસા બાદ આ કપલની તસવીરો વાયરલ થઈ રહી છે. અબજોપતિ ઉદ્યોગપતિ ટાયકૂન જોન વૃદ્ધાવસ્થામાં તેની અડધી ઉંમરની મહિલા સાથે લગ્ન કરવાના મૂડમાં છે,

પરંતુ આ નિર્ણય સાથે તે છૂટાછેડાના નવા હોબાળામાં પણ ફસાઈ ગયો છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, અબજોપતિ ઉદ્યોગપતિ જોનની નેટવર્થ 4.8 અબજ ડોલર એટલે કે લગભગ 24 હજાર કરોડ રૂપિયા છે. વિશ્વના 177મા સૌથી અમીર વ્યક્તિ આ ખૂબ જ સુંદર ડાયટિશિયન, લાઇફસ્ટાઇલ એક્સપર્ટ અને મીડિયા ઇન્ફ્લુઅન્સર એલિનાના પ્રેમમાં પડી ગયા છે. હવે બંને મેનહટનમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં સાથે રહે છે.

જોનની પત્ની જેની પોલસન 50 વર્ષની છે અને બંનેના લગ્નને 21 વર્ષ થઇ ગયા છે. બંનેને બે દીકરીઓ પણ છે. જેનીને તેના પતિના અફેર વિશે મીડિયા દ્વારા ખબર પડી અને તે પછી બંનેના છૂટાછેડાની પ્રક્રિયા શરૂ થઈ. હવે જોનને જેનીને માતબર રકમ ચૂકવવી પડશે, પરંતુ જોન તેની ગર્લફ્રેન્ડમાં વ્યસ્ત છે. જોન ખાવા-પીવાનો ઘણો શોખીન છે,

પરંતુ તેની ગર્લફ્રેન્ડ ફિટનેસને લઈને ચિંતિત છે. ડાયટિશિયન એલિના ઓછી કેલરી એનર્જી ડ્રિંક પીવાની શોખીન છે. તેમના લગ્નેતર સંબંધોની ચર્ચાઓ સામાન્ય બની ગઈ છે. એલેના ડી અલ્મેડાની વાત કરીએ તો, તે ફિટનેસ પ્રભાવક છે અને જોનને મળ્યા પહેલા તે માત્ર 9 હજાર રૂપિયામાં ડાયેટ પ્લાન વેચતી હતી. ઘણા અમેરિકન મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે

જોન એલિના સાથે લગ્ન કરીને પોતાનો પરિવાર વધારવા માંગે છે. તેમના સંબંધોના સમાચાર દુનિયામાં આવતા જ લોકોએ ડાયટિશિયન એલીનાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. લોકો તેમને લોભી અને પૈસાની ભૂખી કહી રહ્યા છે. પરંતુ લોકોની ચિંતા કર્યા વગર બંને પોતાના સંબંધોથી ખુશ છે.

Shah Jina