બિલ ગેટ્સે ભારતને લઈને આપ્યું એવું નિવેદન કે સાંભળીને તમે પણ હચમચી ઉઠશો… જાણો શું કહ્યું તેમને ?

સમગ્ર વિશ્વની અંદર કોરોના મહમારીના કારણે મોટાભાગના લોકો હેરાન થઇ રહ્યા છે. આ મહામારીએ કેટલાય લોકોનો જીવ પણ લઇ લીધો છે. આ મહામારીની મુશ્કેલીના સમયમાં એક વેક્સિન જ છે જે આ વાયરસ સામેનો કારગર ઉપાય માનવામાં આવી રહ્યો છે.

પરંતુ આ બધા વચ્ચે માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક અને દુનિયાના ટોપ બિઝનેસમેન બિલ ગેટ્સ એ વાતને લઈને આલોચનાના કેન્દ્રમાં છે કે વિકાસશીલ દેશોની સાથે રસીને શેર ના કરવી જોઈએ. સ્કાઈ ન્યુઝ સાથેના એક ઇન્ટરવ્યૂમાં બિલ ગેટ્સને પૂછવામાં આવ્યું કે વેક્સિનથી ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટની સુરક્ષા હટાવી લેવામાં આવે અને આ દુનિયાના દેશો સાથે શેર કરવામાં આવે તો શું આનાથી બધાને રસી પહોચવવામાં મદદ મળશે ?

તો આ સવાલના જવાબમાં બિલ ગેટસે જણાવ્યું કે, “દુનિયાની અંદર વેક્સિન બનાવવા વાળી ઘણી જ ફેકટરીઓ છે અને લોકો રસીની સુરક્ષાને લઈને ખુબ જ ગંભીર છે. તે છતાં પણ દવાનો ફોર્મ્યુલા શેર ના કરવો જોઈએ. અમેરિકાની જોન્સન એન્ડ જોન્સનની ફેક્ટરી અને ભારતની એક ફેક્ટરી વચ્ચે અંતર હોય છે. વેક્સિનને આપણે આપણા પૈસાથી અને વિશેષજ્ઞતા દ્વારા બનાવી છે.”

તેમને આગળ એમ પણ જણાવ્યું કે “વેક્સિનનો ફોર્મ્યુલા કોઈ રેસિપી જેવો નથી જેને કોઈને પણ વહેંચી શકાય. અને આ ફક્ત બૌદ્ધિક સંપદાનો મામલો નથી. આ વેક્સિન બનાવવામાં ખુબ જ સાવધાની રાખવી પડે છે. ટેસ્ટિંગ કરવા પડે છે. તેનો ટ્રાયલ કરવો પડે છે. વેક્સિન બનાવતા સમયે દરેક વસ્તુ બહુ જ સાવધાની પૂર્વક જોવામાં અને પરખવામાં આવે છે.”

Niraj Patel