ચોકીદારની સૂઝ બુઝથી બાઈક ચોર પકડાયા, ફિલ્મી અંદાજમાં ગેટ ઉપર જ કર્યું એવું કામ કે વીડિયો જોઈને તમે પણ સલામ કરશો, જુઓ

ચોરીની ઘણી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી જોવા મળે છે. જેમાં ચોર ચોરી કરવા માટે એવી શાતીર બુદ્ધિ વાપરતા હોય છે કે તેને જોઈને આપણી આંખો પણ ચાર થઇ જતી હોય છે. આવી ઘણી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા હોય છે જે જોઈને કોઈપણ હેરાન રહી જાય. ત્યારે હાલ એક એવો જ વીડિયો ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે. જેમાં એક ચોકીદારની બહાદુરી અને સુઝબુઝથી બાઈક ચોર પકડાઈ ગયા.

આ ઘટના સામે આવી છે દિલ્હીમાંથી. જ્યાં કાલકાજી એક્સ્ટેંશનમાં, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તરીકેની ઓળખ આપીને સોસાયટીમાં ઘુસેલા બે માણસોએ ડિલિવરી એજન્ટની બાઇક ચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાર્ડે સુઝબુઝથી ગેટ બંધ કરી દીધો અને બંને ચોર ગેટ પર અથડાયા. જેના બાદ એક વ્યક્તિને સ્થાનિક વ્યક્તિ દ્વારા ઝડપથી પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે બીજો ભાગવામાં સફળ રહ્યો હતો.

પરંતુ તેને પણ બાજુની સોસાયટીમાંથી ઝડપી પાડવામાં આવ્યો. જ્યાં તે પાર્કમાં છુપાયેલો હતો અને જોગર્સ સાથે ભળી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ શખ્સોએ દક્ષિણ દિલ્હીમાં એવરેસ્ટ એપાર્ટમેન્ટના રહેવાસીઓને જણાવ્યું કે તેઓ બિલ્ડિંગનું નિરીક્ષણ કરી રહ્યાં છે. તેઓને તેની તક બપોરે 2 વાગ્યાની આસપાસ મળી, જ્યારે એક કુરિયર ડિલિવરી એજન્ટ બાઈકમાં ચાવી છોડીને ડોરબેલ વગાડવા ગયો.

આ દરમિયાન ચોરોએ બાઈક ચાલુ કર્યું અને ભાગવાનો પ્રયાસ કર્યો. પરંતુ ડિલિવરી એજન્ટે બૂમ પાડી અને ગાર્ડ ગેટ બંધ કરવા દોડી ગયો. બદમાશોએ વચમાંથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાઇક ગેટ સાથે અથડાઇ બંને પડી ગયા. જ્યારે રહેવાસીઓએ કંટ્રોલ રૂમને ફોન કર્યો ત્યારે ગોવિંદપુરી વિસ્તારની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ ચોકીદારની બહાદુરની પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel