આવા સ્ટન્ટ તો ભાઈ કરતા હોય કઈ ? જુઓ બાઈક લઈને સ્ટન્ટ કરવા ગયો યુવક અને બીજા બાઈક સવારે કલ્પના પણ નહિ કરી હોય કે આવું થશે, જુઓ

સ્ટન્ટ કરવાના ચક્કરમાં આ ભાઈએ તેના ભાઈબંધનો પણ જીવ જોખમમાં મૂકી દીધો… જુઓ વીડિયો

bike stunt goes wrong : ઇન્ટરનેટ પર તમે ઘણા સ્ટન્ટ વીડિયો વાયરલ (viral video) થતા જોયા હશે. ઘણા વીડિયોની અંદર ઓકો એવા એવા હેરતઅંગેજ સ્ટન્ટ (stunt) કરતા હોય છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. તો ઘણીવાર એવા સ્ટન્ટના વીડિયો પણ સામે આવે છે જેમાં સ્ટન્ટ કરવા જતા કોઈ વ્યક્તિ અકસ્માતનો શિકાર પણ બનતું હોય છે.

ત્યારે હાલ પણ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ સ્ટન્ટ કરવા જતા બીજાને પણ ચપેટમાં લઇ લેતો જોવા મળી રહ્યો છે. જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા હતા અને એટલે જ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેના પર લોકો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક યુવક બાઈક લઈને રોડ પર એક ટાયર પર ચલાવવા માટે જાય છે. તે બાઈક ચાલુ કરે છે અને તેની સાથે જ તેનું બેલેન્સ પણ બગડવા લાગે છે. આ દરમિયાન સામે તેનો એક મિત્ર પણ બાઈક લઈને ઉભો ઉભો આ નજારો જોતો જોય છે. પરંતુ ત્યારે જ એવું થાય છે કે તેના મિત્રએ કલ્પના પણ નહિ કરી હોય.

જે યુવકનું બાઈક પરથી સંતુલન બગડ્યું હતું તે યુવક સીધો જ બાઈક સાથે રોડના કિનારે ઉભેલા તેના મિત્રની બાઈક સાથે અથડાય છે અને બંને જણા પછી રોડના કિનારે આવેલા ખેતરમાં પડી જાય છે. આ ક્ષણે જ વીડિયો પૂર્ણ થઇ જાય છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel