બ્યુટી વિથ બ્રેન છે IPS નવજોત સિમ્મી : ફિગર બાબતે બોલિવુડ અભિનેત્રીઓને આપે છે ટક્કર, જુઓ તસવીરો
દેશમાં IAS-IPS ઓફિસરમાંથી ઘણા એવા છે જે તેમની કાર્યશેલી ઉપરાંત તેમના લુક્સ માટે પણ ઘણા ચર્ચિત છે. આવું જ એક નામ છે IPS ઓફિસર ડો.નવજોત સિમ્મીનું. નવજોત સિમ્મી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેની ખૂબસુુરત તસવીરો શેર કરતી રહે છે.
નવજોત સિમ્મીની ખૂબસુરતીની તો ચાહકો પણ પ્રશંસા કરે છે. સિમ્મી બિહાર કૈડર વર્ષ 2017 બેચની IPS ઓફિસર છે. તે મૂળરૂપે પંજાબના રહેવાસી છે. તેમને બ્યુટી વિથ બ્રેન કહેવામાં આવે છે.
તેઓ ખૂબસુરતીના મામલે તો બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. પંજાબના ગુરદાસપુરમાં 21 ડિસેમ્બર 1987ના રોજ તેમનો જન્મ થયો હતો.
નવજોત સિમ્મી તેમના કાર્યશૈલી ઉપરાંત તેમની લુક્સને કારણે પણ ઘણા ચર્ચિત છે. તેમના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. વર્ષ 2016માં સિમ્મીએ પંજાબ સિવિલ સર્વિસિસની પરિક્ષામાં સફળતા હાંસિલ કરી હતી.
બીજા પ્રયાસમાં યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષામાં 735 રેંક હાસિલ કરી તેઓ આઇપીએસ બન્યા હતા. તેમણે તેમનો શરૂઆતી અભ્યાસ પંજાબના પાખોવાલના પંજાબ મોડલિંગ સ્કૂલથી કર્યો છે.
જુલાઇ 2010માં સિમ્મીએ બાબા જસવંત સિંહ ડેંટલ કોલેજ, હોસ્પિટલ અને અનુસંધાન સંસ્થાન, લુધિયાણાથી બેચલર ઓફ ડેંટલ સર્જરી BDSની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
નવજોત સિમ્મીએ આ વર્ષે જ વેલેન્ટાઇન્સ ડેના અવસર પર કોલકાતામાં તૈનાત IAS ઓફિસર તુષાર સિંગલા સાથે લવ મેરેજ કર્યા હતા. તુષારે ઓફિસમાં જ લગ્નને લઇને પંજીકરણ સંબંધી ઔપચારિકતાને પૂરી કરી હતી. રજિસ્ટ્રેશન બાદ આ કપલ પૂજા પાઠ માટે મંદિર ગયા હતા.
સિમ્મી અને તુષાર બંને પંજાબના રહેવાસી છે. પરંતુ કામની વ્યસ્તતાને કારણે બંને તેમના લગ્ન માટે ગૃહ જનપદ જઇ શકતા ન હતા.