કિશન ભરવાડ હત્યાકાંડમાં થયો સૌથી મોટો ખુલાસો, મૌલાનાના બેંક એકાઉન્ટમાંથી જે માહિતી સામે આવી તે સાંભળીને લોહી ઉકલી જશે

ધંધુકામાં 25 જાન્યુઆરીના રોજ થયેલ માલધારી યુવક કિશાન ભરવાડ હત્યાકાંડની અંદર એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. શનિવારના રોજ ત્રણ આરોપીઓના કોર્ટ દ્વારા વધુ 9 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા, ત્યારે હવે વધુ એક ખુલાસો પણ સામે આવ્યો છે, જે મૌલાના કમરગીની ઉસ્માનીને લઈને થયો છે.

હાલ સામે આવેલી માહિતી પ્રમાણે પોલીસે કિશન હત્યાકાંડમાં ઝડપી પાડેલા મૌલાના કમરગની મસાનીના સંગઠનની બેંક ડીટેઇલ સામે આવી છે. આ સંગઠનના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 11 લાખના વ્યવહારો મળ્યા છે. ત્યારે હવે પોલીસ એ મામલામાં તપાસ કરી રહી છે કે આ 11 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા અને તેનો ખર્ચ ક્યાં કરવામાં આવ્યા.

કમરગની ઉસ્માની તહેરિક-એ-ફરોકી ઇસ્લામિક સંગઠનનો અધ્યક્ષ છે. હજુ પણ મૌલાનાના પર્સનલ એકાઉન્ટની તપાસ કરવાની બાકી છે, જેના બાદ પણ ઘણી વધુ માહિતી સામે આવી શકે છે. હાલ મૌલાના કમરગની રિમાન્ડ છે અને તેના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાશે. જેના બાદ ગુજરાત ATS વધુ રિમાન્ડ માટે પણ માંગણી કરી શકે છે.

કિશન ભરવાડ હત્યાકાંડના મુખ્ય આરોપી શબ્બીર, ઈમ્તિયાઝ અને મૌલાના ઐયુબના રિમાન્ડ શનિવારના રોજ પૂર્ણ થતા તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના વધુ 9 દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. આ મામલામાં સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે આ ગુન્હામાં વપરાયેલા સીમકાર્ડ અને ફોન કોલની વિગતો મેળવવાની બાકી છે. આ ઉપરાંત ગુન્હો આચાર્ય બાદ શબ્બીર અને ઇમ્તિયાઝે જે કપડાં પહેર્યા હતા તેની પણ શોધખોળ બાકી હોવાના કારણે તેમને વધુ રિમાન્ડ પર મોકલવા જોઈએ.

તો બીજી તરફ બચાવ પક્ષના વકીલ દ્વારા કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓના રિમાન્ડ માંગવાના મુદ્દાઓ વારંવાર રિપીટ થઇ રહ્યા છે, એક જ કારણો રજૂ કરીને ફરીથી રિમાન્ડ ના આપવા જોઈએ. પરંતુ કોર્ટ દ્વારા બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય જણાવ્યો હતો અને ત્રણયે આરોપીઓને 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

Niraj Patel