અહીં લાકડાંથી બન્યો શતરંજનો સૌથી મોટો મોહરો “બાદશાહ”, તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, જોઈને તમે પણ સેલ્ફી લેવા દોડી જશો

આ ક્લબે શતરંજનું સૌથી મોટું મોહરું બનાવીને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 700 કલાકથી પણ વધારે લાગ્યો સમય

શતરંજ એક એવી રમત છે જે મહાભારતના યુગોથી ચાલતી આવી છે. આ જ શતરંજને લીધે પાંડવો અને કૌરવો વચ્ચેની રમતમાં પાંડવો રાજ-પાટ હારી બેઠા હતા અને અંતે દ્રૌપદીને પણ દાવ પર મુકવામાં આવી હતી અને અંતે મહાભારતના યુદ્ધનું નિર્માણ થયું હતું. જણાવી દઈએ કે શતરંજની રમતમાં અલગ અલગ મોહરા(ક્રુકરી)ઓ હોય છે જેના અલગ અલગ નામ પણ હોય છે તેમાંનો જ એક મોહરો છે ‘બાદશાહ’. (Images: instagram/ffechecs)

આજના સમયમાં પણ ઘણા દેશોમાં શતરંજ લીગલી ખેલવામાં આવે છે. એવામાં ફ્રાંસના એક શતરંજ ક્લબ દ્વારા 20.6 ફૂટથી પણ વધારે લાંબો  શતરંજનો એક મોહરો લાકડાથી બનાવવામાં આવ્યો છે, જે શતરંજના ખેલમાં બાદશાહના નામથી જાણવામાં આવે છે. શતરંજના આ મોહરાનું નિર્માણ કરીને આ ક્લબે કથિત રૂપે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સૌટ્રોન શતરંજ ક્લબે કહ્યું કે તેમણે શહેરમાં હાલના સમયમાં ચાલી રહેલા 20માં આંતરરાષ્ટ્રીય ઓપનના ઉપલક્ષ્યમાં,નૈનટેસ શહેરની પાસે સૌટ્રોન ક્લ્બમાં લગભગ 4.2 ટનના શતરંજના રાજા(બાદશાહ)ના મોહરાનું નિર્માણ કરવામાં આવ્યું. ક્લ્બના આધારે આ શતરંજના મોહરાનું નિર્માણ ફ્રેન્ચ લાકડાના 768થી પણ વધારે ટુકડાઓથી કરવામાં આવ્યું છે.ક્લ્બ દ્વારા એ પણ જાણકારી આપવામાં આવી છે કે આ મોહરાને બનાવવા માટે 700 કલાકથી પણ વધારે સમય લાગ્યો હતો.

ફ્રેન્ચ ચેસ ફેડરેશને ટ્વીટર પર શતરંજના આ મોહરાને બનાવવાની પ્રકિયાની તસવીરો પણ શેર કરી છે. જણાવી દઈએ કે અત્યાર સુધી અન્ય એક 20 ફૂટ લાંબા શતરંજના મોહરાને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ધારક માનવામાં આવતો હતો, જેને વર્ષ 2018માં સેંટ  લુઈસમાં વિશ્વ શતરંજ સંગ્રહાલય દ્વારા બનાવવામાં આવ્યો હતો. સૌટ્રોન ક્લબે એવું પણ કહ્યું કે આ શતરંજના મોહરાને કથિત રૂપે દુનિયાના સૌથી મોટા શતરંજના મોહરાના રૂપે માન્યતા આપવા માટે રેકોર્ડ રાખનારા સંગઠનન માટે સબૂત જમા કરવાની યોજના બનાવી રહ્યા છે.તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે આ મોહરું ખુબ જ વિશાળ છે અને જે કોઈ અહીં આવે છે તે આ મોહરા સાથે સેલ્ફી ચોક્કસ લે છે.

Krishna Patel