ઇરફાન પઠાણના ઘરેથી નીકળ્યો ઝેરીલો લાંબો સાપ, યુસુફ પઠાણ અને બાળકો પણ સાપની સાથે… જુઓ વીડિયો

ચોમાસાનો સમય છે અને આ સમયે ઘરમાં અને ખેતરમાં ઝેરી જનાવર નીકળવાની ઘટનાઓ સામાન્ય રીતે બનતી હોય છે, ઘણીવાર શહેરી વિસ્તારોમાં પણ સાપ નીકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે, સામાન્ય માણસની સાથે જ સેલેબ્સના ઘરમાંથી પણ ઘણીવાર સાપ નીકળવાની ઘટનાઓ સામે આવે છે, ત્યારે હાલમાં જ ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી ઇરફાન પઠાણના ઘરમાંથી પણ સાપ નીકળવાની ઘટના સામે આવી છે.

ઇરફાન પઠાણે તેના ઘરે નીકળેલા સાપનો એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો છે, જેમાં એક ખુબ જ લાંબો સાપ તેમના ઘરમાં જોવા મળી રહ્યો છે, આ સાથે જ ઇરફાને કેપ્શનમાં પણ લખ્યું છે, “મારા ઘરે સાપનું રેસ્ક્યુ !” આ વીડિયોને જોઈને તેના ચાહકો પણ હેરાન રહી ગયા છે, સાથે જ ઘણા સેલેબ્સ પણ હેરાની ભરેલી કોમેન્ટ કરી રહ્યા છે.

આ વિશાળકાય અને લાંબો સાપ પઠાણ ભાઈઓના ઘરના ગાર્ડન એરિયામાંથી નીકળ્યો હતો. સાપ ઉપર નજર પડતા જ તેમને સાપ પકડવાળાને બોલાવી લીધો, જેના કારણે ઘરમાં કોઈપણ પ્રકારનું નુકશાન ના થાય.  સાપ પકડવા વાળાએ આવીને તરત જ સાપને પકડી લીધો જેનો વીડિયો ઇરફાને તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Irfan Pathan (@irfanpathan_official)

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઇરફાન પઠાણનો ભાઈ યુસુફ પઠાણ હાથમાં ડંડો લઈને ઉભો છે અને સાપ પકડવા વાળો સાપ પકડવા માટે ઉભો છે, અને તેને બંને ભાઈઓ સાપ કઈ જગ્યાએ છે તે બતાવી રહ્યા છે, જેના બાદ સાપ પકડનાર સાપને પકડી લે છે. પછી ઈરફાન અને યુસુફ બંને હાથમાં સાપને પકડીને પોઝ આપતા પણ જોવા મળે છે અને ત્યારબાદ બાળકો પણ ત્યાં આવે છે અને સાપને સ્પર્શે છે. જેના બાદ તેને થેલીમાં ભરી અને બહાર લઇ જવામાં આવે છે.

Niraj Patel