રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા માં થઇ આટલી મોટી ભૂલ, વાયરલ ક્લિપ જોઈને લોકોએ ઉડાવ્યો મજાક

બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર અને વાણી કપૂર સ્ટારર ફિલ્મ શમશેરા બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. ફિલ્મ રિલીઝ પહેલા જ તેને બોયકોટ કરવામાં આવી હતી. આ ફિલ્મથી રણબીરે ચાર વર્ષ બાદ ફિલ્મોમાં કમબેક કર્યું છે. જો કે ફિલ્મનો જાદુ દર્શકો પર કઈ ખાસ ચાલ્યો ન હતો અને પુરી રીતે ફ્લોપ સાબિત થઇ.ફિલ્મનું પ્રમોશન કરવામાં પણ સ્ટાર કાસ્ટે કઇ ખોટ રાખી ન હતી.

એવામાં હાલમાં જ ફિલ્મની એવી ક્લિપ સામે આવી છે, જેમાં એક મોટી ભૂલ દર્શકોએ પકડી પાડી હતી અને આ ભૂલને લીધે મેકર્સનો મજાક પણ ઉડાવવામાં આવી રહ્યો છે. ફિલ્મના એક ફાઇટ સીનમાં વાણી કપૂરના હાથમાં એક નવજાત બાળકને દેખાડવામાં આવ્યું છે.આ સીનને જોઈને લોકોનું માનવું છે કે તેના હાથમાં કઈ બાળક નહિ પણ એક કપડું છે, સીન્સ જોઈને પણ એ સ્પષ્ટ જણાઈ આવે છે કે આ રિયલ બાળક નથી.

આ બાબતને લીધે લોકો ડાયરેકરનો મજાક ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ડાયરેક્ટર પાસે એટલા પૈસા પણ નથી કે એક બાળકને દેખાડવા માટે કોઈ ડોલ ખરીદી શકે.આ ક્લિપ ટ્વીટર યુઝર @GumaanSingh એ શેર કરી છે અને લખ્યું કે,”ચાલો માની લઈએ છીએ કે તે એક બાળક છે…”

આ ક્લિપને અત્યાસ સુધીમાં 2 લાખથી પણ વધારે લોકોએ જોઈ છે અને ખુબ મજાક ભરી વાતો કમેન્ટ્સમાં કરી રહ્યા છે. ફ્લોપ ફિલ્મોની શ્રેણીમાં રણબીરની શમશેરાએ જગ્ગા જાસૂસ અને બેશરમ જેવી ફિલ્મોના પણ રેકોર્ડ તોડી દીધા છે. આ વર્ષે આ યશરાજ પ્રોડક્શનની સતત ચોથી ફ્લોપ ફિલ્મ સાબિત થઈ. ફિલ્મના પહેલા અઠવાડિયાનું કલેક્શન ઘણું નબળું હતું અને પછી સ્પષ્ટ થયું કે ભવિષ્યમાં કંઈ સારું થવાનું નથી.

મોટાભાગના મીડિયામાં આ ફિલ્મને નબળી સમીક્ષાઓ મળી હતી. માઉથ પબ્લિસિટી પણ નેગેટિવ હતી. ઉપરથી ફિલ્મના સંગીત અને રણબીરના દાઢીવાળા દેખાવે ફિલ્મને ફ્લોપ સાબિત કરવામાં કોઈ કસર છોડી નથી. ફિલ્મનું ઓપનિંગ કલેક્શન માત્ર 10.25 કરોડ હતું. પરંતુ પ્રોડક્શન હાઉસ અને ફિલ્મ સાથે જોડાયેલા લોકોને આશા હતી કે વીકએન્ડ સારો રહેશે. પરંતુ તે બન્યું નહીં. એકંદરે, પ્રથમ સપ્તાહનું બોક્સ ઓફિસ કલેક્શન માત્ર 40.95 કરોડ હતું.

યુઝર્સે ક્લિપ પર બૉલીવુડ વાળાને ખબર નથી કે શું થઇ રહ્યું છે, મહેનત જ કરવા નથી માંગતા, બાળક પોતાની લડાઈ ખુદ લડી રહ્યો છે, બાળકનું બજેટ ન હતું તો એક ઢીંગલી જ ખરીદી લેતા, વગેરે જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે.ફિલ્મમાં સંજય દત્ત પણ ખાસ કિરદારમાં છે. રણબીરની આગળની ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે જે 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Vaani Kapoor (@vaanikapoorfps)

જયારે ફિલ્મનું પ્રમોશન ચાલતું તે સમયે અભિનેત્રી વાણીનો ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો. તે દરરોજ તેના આકર્ષક લુકની તસવીરો શેર કરતી રહે છે, જે પોસ્ટ થતાં જ વાયરલ થઈ જાય છે. આ વખતે વાણીએ બ્રેલેટ અને પેન્ટમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. વાણીએ મિનિમલ મેકઅપ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Vaani Kapoor (@vaanikapoorfps)

બોલીવુડની સુંદર અભિનેત્રી વાણી કપૂર સાડીમાં પણ ઘણી જ ક્યૂટ લાગે છે. ઇન્ડિયન વેર તેનાં બોડી પર ખુબજ સૂટ થાય છે. વાણી કપૂર ફિલ્મમાં રણબીર સાથે રોમેન્સ કરતી દેખાઈ છેજ. આ મુવીના એક સિનમાં સંજય દત્ત (શુદ્ધ સિંહ) તેને ઝાપટ મારવાનાં હોય છે. આ સમયે સિનમાં ઇન્ટેન્સીટી લાવવા માટે વાણી કહે છે કે તમે મને રિઅલમાં લાફો મારજો.. આ કિસ્સો વાણીએ ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં જણાવ્યો હતો. જેનાં જવાબમાં સંજય દત્ત કહે છે કે તું મારી બાળકી જેવી છું.. તારા પર હાથ કેવી રીતે ઉઠાવી શકું. જો ઉઠાવ્યો હોત તો તું આજે અહીં ના બેઠી હોત.

Krishna Patel