“છોટા હાથીમાં બેસાડ્યો મોટા હાથીને” સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો, લોકોને નથી આવી રહ્યો પોતાની આંખો પર વિશ્વાસ, જુઓ

હાથીને આ રીતે લઇ જતો નજારો  આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયો હોય, જુઓ કેવા ઠાઠથી છોટા હાથી પર ઉભો થઇ ગયો મોટો હાથી, વાયરલ થયો વીડિયો

Big elephant sitting in a small elephant : “જંગલના પ્રાણીઓ જોવા દરેક વ્યક્તિને ગમતા હોય છે અને તેમાં પણ જો હાથી રસ્તામાં જતો હોય તો લોકોના ટોળા તેને જોવા માટે ઉભા થઇ જતા હોય છે. સોશિયલ મીડિયામાં હાથીના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, કેટલાય વીડિયોની અંદર હાથી દ્વારા કરવામાં આવતી કેટલીક અવનવી હરકતો પણ કેમેરામાં કેદ થઇ જતી હોય છે, ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને સૌ કોઈ હેરાન પણ રહી ગયા છે.

છોટા હાથીમાં મોટો હાથી :

વીડિયોમાં એક મોટો હાથી છોટા હાથી પર સવારી કરતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, અમે Tata Ace જેવા વાહનો વિશે વાત કરી રહ્યા છીએ, જે સામાનનું વહન કરે છે, જેને લોકો છોટા હાથી તરીકે પણ ઓળખે છે. તાજેતરમાં, એક હાથી આવા જ એક વાહન પર સવાર થઈને સવારીનો આનંદ માણતો જોવા મળ્યો હતો. રસ્તા પર આ દ્રશ્ય જોઈને કોઈએ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધો, હવે આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

લોકોને લાગ્યું કૌતુક :

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખુલ્લા રસ્તા પર એક વાહન તેજ ગતિથી પસાર થઈ રહ્યું છે, જેના પર એક મોટો હાથી સવાર છે. ટેમ્પો વાહન પર સવાર આ હાથીને જોઈને લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ હાથી નકલી પણ હોઈ શકે છે. વીડિયો જોનારા કેટલાક લોકો કહી રહ્યા છે કે, જો આ હાથીનું પૂતળું છે, તો વાસ્તવમાં તે બિલકુલ એક જેવું જ દેખાય છે, જેને જોઈને કોઈ પણ છેતરાઈ શકે છે.

લાખો લોકોએ જોયો વીડિયો :

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @jani_saab_0288 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ઝડપી વાહન પર સવાર હાથીના પગ સાંકળથી બાંધેલા જોવા મળે છે. આ સાથે હાથીના કાન પણ ફરતા હોય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 44 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

Niraj Patel