સ્ટાઇલિશ આઉટફિટમાં ભૂમિ પેડનેકર, ગ્લેમરસ અવતારે લૂંટી મહેફિલ- તસવીરો જોઇ ચાહકો થયા દીવાના

જ્યારે લોકોએ ભૂમિ પેડનેકરને પહેલીવાર ફિલ્મ ‘દમ લગા કે હઈશા’માં જોઈ ત્યારે તેઓએ વિચાર્યું પણ નહીં હોય કે આ હસીના આટલી હસીન પણ લાગી શકે છે. હોટ અને ગ્લેમરસ અંદાજથી ભૂમિ ઘણી અભિનેત્રીઓની છુટ્ટી પણ કરી શકે છો. દર વખતે એક્ટ્રેસનો નવો લુક અને કિલર સ્ટાઈલ ચાહકોના હોંશ ઉડાવી દે છે.

ભૂમિ સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે થોડા સમય પહેલા જ ભૂમિએ તેની કેટલીક બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તે ચમકદાર બ્લાઉઝ અને સ્કર્ટમાં જોવા મળી હતી. ભૂમિ આ વેલ્વેટ આઉટફિટમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરતી જોવા મળી હતી.

એટલું જ નહીં, હસીનાની જ્વેલરી પણ એકદમ ગજબ હતી. ‘પ્રિન્સેસ ડાયરીઝ’ કેપ્શન સાથે શેર કરેલી તસવીરોમાં ભૂમિ પેડનેકરે પોતાનો સુંદર અવતાર બતાવ્યો. તેણે ITRH બ્રાન્ડના મહેંદી રંગના આઉટફિટમાં હલચલ મચાવી દીધી.સ્કર્ટ, બ્રાલેટ અને મેચિંગ કેપમાં ભૂમિનો રોયલ લુક જોવા મળ્યો. હસીનાને સ્ટાઇલ કરવાનું કામ MRStyles એ કર્યું હતુ.

ભૂમિ પેડનેકરના આઉટફિટની ડિટેલિંગની વાત કરીએ તો, તેણે વેલ્વેટ સ્કર્ટ અને મેચિંગ કૅપ પહેરી છે. હસીનાના ધોતી સ્ટાઈલના સ્કર્ટની કમરને મિરર લગાવીને સુંદર બનાવવામાં આવ્યો છે, તેની મધ્યમાં પ્લીટ્સ છે. જ્યારે કેપ રોયલ લુકનો અહેસાસ આપી રહી છે. ભૂમિએ આ કેપને તેના બંને શોલ્ડર પર કવર કરી છે.

બ્રાલેટમાં હસીના તેના કર્વી ફિગર અને કમરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ભૂમિનો આઉટફિટ તેની ફિટ બોડીને કોમ્પલીમેન્ટ કરી રહ્યો છે. ભૂમિની જ્વેલરીની વાત કરીએ તો તેણે તેના લુક સાથે ગોલ્ડન જ્વેલરી પહેરી છે. મલ્ટીલેયર્ડ ચોકર નેકલેસ, ડેંગલિંગ સ્ટેટમેન્ટ ઇયરિંગ સાથે ભૂમિએ હાથમાં એક સ્ટનિંગ ગોલ્ડન હૈંડપીસ પહેર્યુ હતુ.

હાથફૂલની જેવું લાગી રહેલુ આ હૈંડપીસ એક્સ્ટ્રા એલિગેંસ એડ કરવાનું કામ કરી રહ્યુ હતુ, જ્યારે બીજા હાથની આંગળીઓમાં પણ એક્સેસરીઝ પહેરેલી હતી. આ ઉપરાંત શિમરી આઇશેડો, પરફેક્ટ વિંગ્ડ આઈલાઈનર અને મસ્કરા-બ્લશ સાથે પિંક શેડ લિપ્સ લુકને ગ્લેમરસ બનાવી રહ્યા હતા.

Shah Jina