નદી કિનારે આવું કરી રહી હતી ડોક્ટરની પત્ની, અચાનક જ હસતો ખેલતો પરિવારમાં થયું હૈયાફાટ રુદન…

ચેતી જજો: એક ભૂલે બધુ બરબાદ કરી નાખ્યુ હતું…ડોક્ટરની પત્નીનું મામૂલી ભૂલને લીધે થયું નિધન-24 કલાકથી ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યો પતિ

આજકાલ લોકોમાં સેલ્ફીનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે. ખાસ ફોટો ક્લિક કરવા માટે તેઓ મોટું જોખમ પણ લઇ લેતા હોય છે. પરંતુ ક્યારેક આવું કરવું ઘણું મોંઘું પડી જાય છે અને સેલ્ફીનો ક્રેઝ ક્યારેક મોતનું કારણ પણ બની જાય છે. આવો જ એક કિસ્સો રાજધાની ભોપાલ પાસે સ્થિત હલાલી ડેમથી સામે આવ્યો છે. જ્યાં મુલાકાતે આવેલા તબીબ અકસ્માતનું કારણ બન્યા હતા. તેની પત્ની ડેમ પાસે સેલ્ફી લઈ રહી હતી ત્યારે તેનું સંતુલન બગડતા તે 10થી 12 ફૂટ નીચે પાણીમાં પડી ગઈ હતી. પતિ ધ્રૂસકે ધ્રુસકે રડતો રહ્યો, પરંતુ લાંબા સમય સુધી શોધખોળ કરવા છતાં તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.

ઘટનાની વિગત તપાસી એ તો, ભોપાલ સ્થિત ડૉક્ટર ઉત્કર્ષ મિશ્રા તેમની પત્ની હિમાની મિશ્રા સાથે કાર દ્વારા ભોપાલથી લગભગ 40 કિમી દૂર હલાલી ડેમની મુલાકાત લેવા આવ્યા હતા. રજાના કારણે બંને ડેમ પર લાંબો સમય સુધી ફર્યા. આ દરમિયાન બંનેએ એકસાથે ઘણા ફોટા ક્લિક કર્યા. પરંતુ તેઓને ખબર ન હતી કે આ તેમના એક સાથેના છેલ્લા ફોટો હશે.

ઉત્કર્ષ મિશ્રા દૂર ઊભા રહીને પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા, તે દરમિયાન તેની પત્નીએ ડેમના નીચેના ભાગ વેસ્ટ વિયર પાસે દિવાલ નીચે બેસીને સેલ્ફી લેવાનું શરૂ કર્યું હતું. ચડતી વખતે અચાનક તેનો પગ લપસી જતાં તે 10થી 12 ફૂટ નીચે પાણીમાં પડી ગઈ હતી. તેનો પતિ કૂદી પડે તે પહેલા જ તે પાણીના જોરદાર પ્રવાહમાં વહેવા લાગી હતી. ત્યારે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પરંતુ કોઈ હિમાનીને પાણીમાંથી બહાર કાઢી શક્યું ન હતું.

પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ મૃતદેહનો પત્તો લાગ્યો ન હતો, બીજા દિવસે ફરીથી બચાવ કાર્ય ચલાવવામાં આવ્યુ પરંતુ કોઈ પત્તો લાગ્યો નહિ. ઘટના બાદ ઉત્કર્ષે મીડિયાને જણાવ્યું કે હું અને હિમાની બંને ભોપાલની વીણા વાદીની કોલેજમાં આયુર્વેદિક ડોક્ટર છીએ. અમે 9 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને બે બાળકો છે. પરિવાર ખૂબ જ ખુશ હતો, પરંતુ આ અકસ્માતે અમારી બધી ખુશીઓ શોકમાં ફેરવી દીધી.

બીજી તરફ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહેલા કરરિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અરુણા સિંહે જણાવ્યું કે રાત સુધી પોલીસ મહિલાને શોધી રહી હતી. વેસ્ટ વિયરના તળિયે ખૂબ જ ખરબચડી ખાઈ છે. રાત્રે અહીં કોઈને મળવું ખૂબ મુશ્કેલ છે. સવારે ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે, અકસ્માતની જાણ થતા જ ડેમ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. કેટલાક લોકો તેમના પરિવાર સાથે ત્યાંથી તરત જ તેમના ઘરે પહોંચ્યા.

Shah Jina