યુવકે ધારાસભ્યને પૂછ્યું કે, “આ વિસ્તાર માટે તમે શું કર્યું ?” તો ભરી સભામાં ધારાસભ્યએ યુવકને ચોંટાડ્યા ફડાકા, જુઓ વીડિયો

આપણો દેશ લોકશાહી દેશ છે, પરંતુ ઘણી જગ્યાએ આપણે જોયું છે કે લોકો દ્વારા ચૂંટવામાં આવેલ વ્યક્તિ જ નેતા બન્યા બાદ પ્રજાને ભૂલી જતા હોય છે, ત્યારે આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક નેતાને પોતાના વિસ્તાર માટે શું કરવું એ સવાલ પૂછવો જ ભારે પડી ગયો અને ધારાસભ્ય પણ ગુસ્સામાં આવી અને યુવકને થપ્પડ મારવા લાગ્યા.

વાયરલ વીડિયો સામે આવ્યો છે પંજાબના પઠાનકોટના ભોઆ વિસ્તારમાંથી, જ્યાં ધારાસભ્ય જોગીન્દર પાલ દ્વારા એવી હરકત કરી દેવામાં આવી કે પંજાબમાં કોંગ્રેસ સરકાર વિરુદ્ધ સવાલ પણ ઉભા કરી દીધા છે.જોગીન્દર પાલ પઠાનકોટ વિસ્તારના ભોઆ વિસ્તારના ધારાસભ્ય છે.

આ ઘટનામાં બન્યું એવું કે એક વ્યક્તિએ જોગીન્દર પાલને પૂછી લીધું કે “તમે આ વિસ્તાર માટે શું કર્યું છે ? ” જેના બાદ ધારાસભ્ય ગુસ્સે ભરાઈ ગયા અને યુવકને લાફાથી મારવા લાગ્યા, એટલું જ નહિ આ સભામાં હાજર રહેલા પોલીસકર્મીઓએ પણ તે યુવકને ખુબ જ માર માર્યો.


આ વીડિયો નવરાત્રીના સમયનો જણાવવામાં આવી રહ્યો છે. જાણકારી પ્રમાણે ધારાસભ્ય જોગીન્દર પાલ એક ગામની અંદર કાર્યક્રમ કરવા માટે પહોંચ્યા હતા. જેવું જ યુવકે પૂછ્યું કે આ ગામ માટે તમે શું કર્યું, કે તરત ધારાસભ્ય ગુસ્સે ભરાઈ ગયા અને તે યુવકને મારવા લાગ્યા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel