ટીવીના સૌથી લાંબા ચાલનારા શોમાંનો એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ કોમેડી શોએ અત્યાર સુધી તેના 3500થી પણ વધારે એપિસોડ પૂરા કર્યા છે. ગત કેટલાક એપિસોડમાં ગોકુલધામ સોસાયટીમાં કારને લઇને માહોલ છવાયેલો જોવા મળ્યો, તો હવે સોસાયટીમાં એક હંગામો થવાનો છે.
ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે તેમની એકની એક દીકરી સોનુ માટે ખૂબ જ પ્રોટેક્ટિવ પિતા છે. સોનુ અત્યારે ટીનેજમાં છે, તેથી ભિડે હંમેશા તેના વિશે ચિંતિત રહે છે. ઉંમરના આ તબક્કે તે કોઈપણ છોકરા તરફ આકર્ષિત થઈ શકે છે. એક પ્રોટેક્ટિવ ફાધર તરીકે તે સોનુને મુશ્કેલીમાંથી દૂર રાખવા માટે હંમેશા તેના પર નજર રાખવાનો પ્રયાસ કરે છે.
સોનુ અને ટપુનો સંબંધ ભીડે માટે સૌથી ખરાબ સ્વપ્ન છે, પરંતુ એવું લાગે છે કે તે હવે હકિકતમાં થવા જઇ રહ્યું છે. પહેલા ટપુ અને સોનુ ટપ્પુ સેના સાથે ગ્રુપમાં નિયમિત ફરવા જતા હતા પરંતુ હવે તેઓ એકલા ફરવા લાગ્યા છે.તેના અન્ય મિત્રો જેમ કે ગોલી, ગોગી કે પિંકુ હવે તેની સાથે જોવા મળતા નથી. જેના કારણે ભીડે ચિંતામાં અને મૂંઝવણમાં છે.
હવે તે શું કરશે ? હાલના જ એપિસોડમાં બતાવવામાં આવ્યુ કે ટપુ સોનુ માટે તેની ફેવરેટ ચોકલેટ લઇને આવે છે અને પછી બંને રિક્ષામાં જતા હોય છે,ત્યારે ટપુ એક ગુલાબનું ફૂલ પણ લે છે. ટપુ અને સોનુ કોલેજ ન જઇને બીજા કોઇ રસ્તે જાય છે અને પછી ભિડે ચિંતામાં મૂકાઇ જાય છે, ટપ્પુ અને સોનુ કોલેજના બદલે પાસે રહેલા એક ગાર્ડનમાં જતા રહે છે.
ભીડેને રિક્ષાચાલક જણાવે છે કે, ત્યાં એક મંદિર છે. ટપ્પુ ગુલાબનું ફૂલ સોનુને આપશે તેવું ભીડેને લાગે છે પણ હવે શું ભીડે બંનેની પાછળ-પાછળ ગાર્ડન તરફ જશે? શું ટપ્પુ સોનુને પ્રપોઝ કરશે ? શું ભીડે ફોન કરીને જેઠાલાલને પણ બોલાવશે? આ બધુ તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે
View this post on Instagram
.જણાવી દઇએ કે, ટપ્પુ અને સોનુ કોલેજના રિયુનિયન માટે જઈ રહ્યા હતા ત્યારે બંને મેચિંગ કપડમાં જોવા મળ્યા અને પછી ટપ્પુએ પહેલા તો સોનુને ગિફ્ટમાં ચોકલેટ આપી અને પછી સોનુએ ટપ્પુને ગળે પણ લગાવ્યો અને આ બધુ મિસ્ટર ભિડે બાલ્કનીમાંથી જોઇ રહ્યો.
View this post on Instagram