ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત હાઇવે પર ગુંજી ઉઠી મોતની ચિચિયારીઓ !

ગુજરાતમાં અવાર નવાર ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. છેલ્લા ઘણા સમયમાં રાજ્યમાં અકસ્માતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે હાલમાં ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે, જે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસની ઘટના હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત પણ નીપજ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ઘટનાને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થયાની જે તસવીરો સામે આવી છે તે ખરેખર કાળજુ કંપાવી નાખે તેવી છે. મળતી માહિતી પ્રમાણે, ભાવનગરના ભાલ વિસ્તારના અધેલાઈ ચોકડી પાસે કાર અને ટ્રક ધડાકાભેર અથડાયા હતા. જેમાં કારમાં સવાર તમામ લોકોના મોત નિપજ્યા. અકસ્માતની જાણ થતા વેળાવદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાને પગલે સ્થાનિકોના પણ ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. હાઈ-વે 5-5 લોકોના મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. હાલ તો એવી વિગત સામે આવી છે કે, અકસ્માતમાં જે લોકોના મોત થયા છે, તે પરિવાર અમદાવાદના વિરાટનગરનો છે. મૃતકોની લાશને પીએમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મીડિયાના કેટલાક અહેવાલો અનુસાર, પાલીતાણા મહાતીર્થ દર્શન કરી

અને પરત અમદાવાદ જઈ રહેલ પરિવારને અધેલાઈ પાસે અકસ્માત નડ્યો હતો અને તેમાં જે 5 લોકોના મોત થયા છે, તેમાં એક 10 થી 12 વર્ષની ઉંમરનું બાળક પણ સામેલ છે. તપાસમાં એક આધાર કાર્ડ મળી આવ્યુ હતુ, જેમાં મહાવીર કુમાર રતનલાલ જૈન જે અમદાવાદના વિરાટ નગરનો પરિવાર છે તેવું સામે આવ્યુ.એવું પણ સામે આવ્યુ છે કે, પરિવાર પાલિતાણા મહાતીર્થે દર્શન કરી પરત અમદાવાદ જઇ રહ્યો હતો.

અકસ્માતની જે તસવીરો સામે આવી છે, તે જોઇને જ કોઇના પણ રૂંવાડા ઊભા થઇ જાય. અકસ્માત ખરેખર એટલો ગંભીર હતો કે, ગાડીનું તો પડીકું જ વળી ગયું હતું. મૃતદેહોને તો ગાડીના પતરા ફાડીને બહાર કાઢવા પડ્યા હતા. અકસ્માતમાં 1 બાળક, 2 મહિલા અને 3 પુરૂષોનાં મોત નિપજ્યા હતા.

Shah Jina