કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, આપણી આસપાસ અને સોશિયલ મીડિયામાં ઘણા લોકોની સફળતા મેળવાના કિસ્સાઓ અને તેમની મહેનત વિશે આપણે જાણતા હોઈએ છીએ. હાલ ગુજરાતની એવી જ એક દીકરીની મહેનતની કહાની સોશિયલ મીડિયા ઉપર છવાયેલી છે.પ્રાપ્ત માહિતી અનુસાર પાટડીના ડેપ્યુટી કલેકટરની ગાડી ચલાવનાર ડ્રાઈવર સગરામભાઈ ખાંભલાની દીકરી ભાવનાએ પોતાની મહેનત અને લગનના કારણે સીઆરપીએફમાં પસંદગી મેળવી લીધી છે. જે સમગ્ર માલધારી સમાજ માટે એક ગૌરવ વંતી ઘટના છે.
હાલ ભાવના વડોદરાની અંદર હથિયારધારી કોન્સ્ટેબલની તાલીમ લઈ રહી છે. સીઆરપીએફમાં પસંદગી પામવા સુધીનો ભાવનાનો સંઘર્ષ પણ ખરેખર કાબિલે તારીફ છે. ભાવનાની આ સફળતા માટે તેના કે તેના પરિવાર માટે જ નહીં પરંતુ એવા ઘણા લોકો માટે પ્રેરણા સમાન છે જે પોતાની પાસે ઘણું બધું હોવા છતાં પણ આગળ વધવા માટે નકારાત્મક વિચારોને પકડીને બેસી રહે છે.
ભાવનાના પિતા સગરામભાઈને 5 સંતાનો હોવાના કારણે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા હતા. એવામાં ભાવનાએ પોતાનું ભણતર પણ છોડવું પડ્યું. પરંતુ ભાવનામાં રહેલી ધગસ અને મહેનતના કારણે તેને મજૂરી કરી, કડિયાકામ કર્યું અને ધોરણ 12ની પરીક્ષા આપી, પરંતુ તે છતાં પણ 2 વિષયમાં નાપાસ થઇ.
ભાવનાએ નાપાસ થવા છતાં પણ હિંમત ના હારી અને પોતાના લક્ષને પ્રાપ્ત કરવા માટે બીજીવાર પરીક્ષા આપી અને તેમાં સફળ થઇ. ત્યારબાદ આર્મીમેન અબ્દુલભાઇ કુરૈશીના માગર્દર્શનમાં તેને કોન્સ્ટેબલ અને સીઆરપીએફની પરીક્ષા પણ પાસ કરી.ભાવના પોતાના સંઘર્ષને શબ્દોમાં વ્યક્ત કરતા જણાવે છે કે તેને રાત્રે 1 વાગે પણ યુપીએસસી પાસ કરવા માટે દોડવા માટે જતી હતી. તેને જણાવ્યું કે ધોરણ 1થી 6 સુધી તેને દુઃખ નહોતું જોયું પરંતુ 8માં ધોરણ બાદ પપ્પાની સ્થિતિ સારી ના હોવાના કારણે તેને કડિયાકામ પણ કરવું પડ્યું.
ભાવના જણાવે છે કે તેને મજૂરી કરવામાં પણ શરમ નથી આવતી, ભણતર માટે કોઈ પાસે પૈસા ઉછીના લઈને દેવું કરવું એના કરતા પોતાના ભણતરનો ખર્ચ પોતાની જાતેજ ઉઠાવવો વધુ સારું ગણાશે. તેને રસોઈયા તરીકે પણ નોકરી કરી છે.