ભાવનગરના આ દીકરાઓને જરા પણ શરમ ના આવી પોતાની માતાને ભીખ મંગાવતા, જ્યાં સુધી પૈસા હોય માને ઘરે રાખતા અને પૈસા ખતમ થતા…..

કોરોના મહામારીના કારણે ઘણા લોકોની આર્થિક સ્થિતિ બગડી છે, ઘણા લોકોના રોજગાર ધંધા પણ છીનવાઈ ગયા છે અને ઘણા લોકો નાનું મોટું કામ કરીને પોતાનું ગુજરાન પણ ચલાવતા હોય છે, ત્યારે ભાવનગરમાંથી એક માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક માતાને બબ્બે દીકરા હોવા છતાં પણ ભીખ માંગવાનો વખત આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરમાં 181 હેલ્પ લાઈન ઉપર એક કોલ આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે જવાહર મેદાનમાં એક અંધ મહિલા રોડ ઉપર બેઠા છે અને કઈ બોલી નથી રહ્યા. જેના બાદ 181 હેલ્પ લાઈનની ટીમ મદદ માટે પહોંચી હતી. જ્યાં પહોંચીને ટીમના સભ્યો દ્વારા આ અંધ મહિલા સાથે વાત કરવામાં આવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

181ની ટીમ દ્વારા જયારે આ મહિલાને પૂછવામાં આવ્યું કે તેમને આ જગ્યા ઉપર કોણ મૂકી ગયું હતું ત્યારે તેમને જણાવ્યું હતું કે તેમને ગધેડીયા વિસ્તારની અંદર મૂકી ગયો હતો તે બીજો કોઈ નહિ પરંતુ તેમનો પોતાનો જ દીકરો હતો. આ અંધ મહિલા ભીખ માંગી અને પોતાનું જીવન વિતાવવા માટે મજબુર હતા.

(પ્રતીકાત્મક તસવીર)

તો 181 ટીમ સાથેની વાતચીતમાં એમ પણ સામે આવ્યું હતું કે જ્યાં સુધી આ માડી પાસે પૈસા હોય ત્યાં સુધી તેમના દીકરાઓ તેમને સાચવતા હતા. અને જયારે પૈસા પુરા થઇ જતા ત્યારે તેમને ગમે ત્યાં મૂકી આવતા હતા. ત્યારે આ બાબતે ગધેડીયા ફિલ્ડમાં રહેતી અન્ય મહિલાઓએ જણાવ્યું હતું કે દીકરાઓનું નામ કહેતા આ અંધ મહિલાને તેમના ઘરે મૂકી આવવામાં આવતી હતી. આ મહિલાઓના બે દીકરા હોવાનું પણ સામે આવ્યું છે.

Niraj Patel